Anand Mahindra Comment on Pakistan: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની હાર પર પાકિસ્તાની ટીમ પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેને સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'થોડું મનોરંજન મેળવવા માટે અડધી રાત સુધી જાગતા રહેવું પડ્યું હતું. પરંતુ જાગવાથી ભરપૂર મનોરંજન પણ મળ્યું હતું.' આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર અન્ય યુઝર્સે પણ મજેદાર કોમેન્ટ કરી છે.
અમેરિકાએ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ Aમાં પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. અમેરિકાએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતી વખતે અમેરિકાએ ત્રણ વિકેટ ગુમાવીને સ્કોર બરાબરી કરી લીધો હતો. મેચ સુપર ઓવરમાં ફેરવાઈ હતી. જેમાં અમેરિકાએ 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન માત્ર 13 રન બનાવી શક્યું હતું.
આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે, 'શું મેચ હતી! ક્યારેક મોડે સુધી જાગવું ખરેખર ફાયદાકારક છે. આ ક્ષણો જોવી અદ્ભુત છે જેના વિશે વર્ષો સુધી વાત કરવામાં આવશે. તમારો ઉત્સાહ શેર કરવા બદલ આભાર!" જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે, 'હા હા બિલકુલ સર, પાકિસ્તાન ક્રિકેટ મેચ અક્ષય કુમારની કોમેડી ફિલ્મ કરતાં વધુ મનોરંજક છે.'
