દિલ્હી કેપિટલ્સે રિષભ પંતની ગેરહાજરીમાં શનિવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સ સામે IPL 2023ની પ્રથમ મેચ રમી હતી. ડિસેમ્બરમાં કાર અકસ્માતને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા પંતને ડીસી સામે સપોર્ટ સ્ટાફ સહિત ચાહકો ખૂબ જ મિસ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, ચાહકો ડગ આઉટમાં તેની ગેરહાજરી અનુભવી રહ્યા હતા. શનિવારે રાત્રે, દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને ખાસ રીતે તેમના ડગ આઉટનો ભાગ બનાવ્યો અને ચાહકો ટીમના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે.
વાસ્તવમાં, દિલ્હી કેપિટલ્સે મેચ દરમિયાન ઋષભ પંતની 17 નંબરની જર્સી ડગઆઉટમાં રાખી હતી અને આ ખાસ અંદાજમાં તે ટીમ સાથે જોવા મળ્યો હતો. આ ક્ષણને જોઈને ઘણા ચાહકો ભાવુક પણ થઈ ગયા હતા.
https://twitter.com/ESPNcricinfo/status/1642170678819586048
દિલ્હીને કારમી હાર મળી હતી
ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે IPL 2023ની હાર સાથે શરૂઆત કરી હતી, જેમાં લખનઉ સુપરજાયન્ટ્સે તેમને 50 રને માત આપી હતી. પ્રથમ બેટિંગ કરતા, LSGએ કાયલ મેયર્સની ધમાકેદાર અડધી સદીની મદદથી 193 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી. માર્ક વુડે 5 વિકેટ ઝડપતા દિલ્હીના બેટ્સમેન ઘૂંટણીએ બેસી ગયા હતા.