IPL 2026 Closing Ceremony: ફાઇનલ મેચ પહેલાં અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો; કૈલાશ ખેર, વરુણ ધવન અને પૂજા હેગડે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મચાવશે ધૂમ

આ ઐતિહાસિક મેચ પહેલાં સ્ટેડિયમમાં ભવ્ય સમાપન સમારોહ (Closing Ceremony) યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને બોલિવૂડના સુપરસ્ટાર્સ અને પ્રખ્યાત સિંગર્સ અમદાવાદ આવી પહોંચ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 31 May 2026 02:52 PM (IST)Updated: Sun, 31 May 2026 02:52 PM (IST)
a-closing-ceremony-will-take-place-before-the-rcb-vs-gt-2026-final-find-out-when-where-and-at-what-time-the-match-will-begin

IPL 2026 Closing Ceremony: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સિઝન હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ પર પહોંચી ગઈ છે. આજે અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ફાઇનલ મહામુકાબલો રમાવાનો છે. આ ઐતિહાસિક મેચ પહેલાં સ્ટેડિયમમાં ભવ્ય સમાપન સમારોહ (Closing Ceremony) યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને બોલિવૂડના સુપરસ્ટાર્સ અને પ્રખ્યાત સિંગર્સ અમદાવાદ આવી પહોંચ્યા છે.

પોતાના શક્તિશાળી અવાજ અને અનોખા અંદાજ માટે જાણીતા સુફી સિંગર કૈલાશ ખેર આ સમારોહમાં પોતાના સૂર રેલાવે તેવી પ્રબળ શક્યતા છે. આ સિવાય બોલિવૂડ અભિનેતા વરુણ ધવન, અભિનેત્રી મૃણાલ ઠાકુર (મૃણાલ પાંડે) અને પૂજા હેગડે પણ આ મેગા ઇવેન્ટમાં સ્ટેજ ગજવતા જોવા મળી શકે છે. સ્ટાર્સના આગમનને પગલે ક્રિકેટ રસિકોની સાથે-સાથે સિનેમા પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યા કૈલાશ ખેર, સ્ટેડિયમમાં રિહર્સલ શરૂ

કૈલાશ ખેર પોતાના સુપરહિટ ગીતો અને ઉર્જાવાન પ્રદર્શન દ્વારા કોઈપણ મોટી ઇવેન્ટને કાયમ માટે યાદગાર બનાવવાની અદભુત કુશળતા ધરાવે છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કૈલાશ ખેર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં તેઓ કોરોના ગાઇડલાઇન અથવા ધૂળ-માટીથી બચવા માટે માસ્ક પહેરેલા દેખાય છે અને એરપોર્ટ સ્ટાફ અથવા પોતાની ટીમ સાથે કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા છે.

જોકે, કૈલાશ ખેર અથવા આઈપીએલ મેનેજમેન્ટ દ્વારા સત્તાવાર રીતે તેમના પરફોર્મન્સની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી અન્ય એક ઈનસાઈડ વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્ટેડિયમની અંદર કૈલાશ ખેરનું એક પ્રખ્યાત ગીત જોરથી વાગી રહ્યું છે અને બેકગ્રાઉન્ડ (જુનિયર) કલાકારો મેદાન પર કલોઝિંગ સેરેમની માટે ડાન્સ સ્ટેપ્સનું આખરી રિહર્સલ કરી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે એ વાત પાકી મનાઈ રહી છે કે આજે રાત્રે મોટેરા સ્ટેડિયમ કૈલાશ ખેરના સૂરોથી ગુંજી ઉઠશે.

વરુણ ધવને એરપોર્ટ પર ફેન્સ સાથે કર્યો ડાન્સ, મૃણાલ અને પૂજા પણ પહોંચ્યા

આઈપીએલ 2026 ની આ ક્લોઝિંગ સેરેમનીને વધુ ગ્લેમરસ બનાવવા માટે બોલિવૂડની યુવા બ્રિગેડ પણ સજ્જ છે. સોશિયલ મીડિયા પર વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેનો એક સાથે સ્પોટ થયેલો વીડિયો વાયરલ થયો છે. આ ત્રણેય કલાકારો આજે સવારે જ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા હતા, જ્યાં ફેન્સે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર હાજર ક્રિકેટ અને સિનેમા ચાહકોને જોઈને વરુણ ધવન પણ રોકાઈ શક્યો નહોતો. તેણે ઉત્સાહમાં આવીને એરપોર્ટ પરિસરમાં જ ત્યાં હાજર પોતાના ફેન્સ સાથે ગીતો પર ઠુમકા લગાવ્યા હતા અને ડાન્સ કર્યો હતો. આ ત્રણેય સ્ટાર્સની આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આખી સ્ટાર કાસ્ટ હાલમાં ભારતના અલગ-અલગ શહેરોમાં ફિલ્મના પ્રમોશનલ પ્રવાસે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રમોશનની આ પ્રવૃત્તિઓ વચ્ચે જ આખી સ્ટાર કાસ્ટ આઈપીએલ ફાઇનલનો પણ હિસ્સો બનશે. વરુણ, પૂજા અને મૃણાલ મેચ શરૂ થતા પહેલા કરોડો દર્શકોની સામે સ્ટેડિયમમાં પોતાની ફિલ્મનું પ્રમોશન તો કરશે જ, સાથે જ કલોઝિંગ સેરેમનીના ભવ્ય સ્ટેજ પર એક ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ પણ આપી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહાજંગ

એક તરફ જ્યાં મનોરંજન જગતના સિતારાઓ સ્ટેજ ગજવવા માટે તૈયાર છે, તો બીજી તરફ મેદાન પર ક્રિકેટ ઇતિહાસનો એક મોટો મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આઈપીએલ 2026 ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને ટકરાશે. આ મેચ બંને ટીમો માટે અત્યંત પ્રતિષ્ઠાભરી છે, કારણ કે બંને ટીમો ઇતિહાસ રચવાની અણી પર છે.

  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જો આજે બેંગલુરુની ટીમ આ ટ્રોફી જીતવામાં સફળ રહેશે, તો તેઓ આઈપીએલના ઇતિહાસમાં બીજી વખત ટાઇટલ જીતનારી વિશેષ ટીમ બની જશે. વિરાટ કોહલીના ચાહકો આ ક્ષણની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે.
  • ગુજરાત ટાઇટન્સ (GT): ગુજરાત ટાઇટન્સની સ્થિતિ પણ બરાબર આવી જ છે. પોતાના ઘર આંગણે રમી રહેલી આ ટીમ જો આજે ફાઇનલ મેચ જીતી જશે, તો તેઓ પણ બીજી વખત આઈપીએલ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરશે.

સાંજે કલોઝિંગ સેરેમની પૂરી થયા બાદ બરાબર 7:30 વાગ્યે સિક્કો ઉછાળવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યાથી ક્રિકેટનો અસલી રોમાંચ શરૂ થશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અત્યારથી જ હજારો પ્રશંસકોથી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. મનોરંજન અને ક્રિકેટના આ અદભુત સંગમને જોવા માટે દેશ-વિદેશના કરોડો લોકો ટીવી સ્ક્રીન અને ઓનલાઈન પ્લેટફોર્મ પર નજર ટકાવીને બેઠા છે.