Spiritual
આપણા વડીલો ઘરમાં કેમ બનાવતા હતા ઉંબરો, જાણો તેનું ધાર્મિક મહત્વ
ઘર બનાવતી વખતે મોટાભાગે આપણા વડિલો ઉંબરા પર બહુ ધ્યાન આપે છે. હિંદુ શાસ્ત્રોમાં ઘરના ઉંબરાનું બહુ મહત્વ છે. વાસ્તુ અને જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં ઉંબરો તો બનાવવો જ જોઈએ. અમારા જ્યોતિષ એક્સપર્ટ ડૉ રાધાકાંત વત્સનું કહેવું છે કે, વાસ્તુ અનુસાર ઘરના ઉંબરામાં લક્ષ્મીનો વાસ ગણાય છે, તો જ્યોતિષમાં એમ દર્શાવવામાં આવે છે કે, ઘરનો ઉંબરો ગ્રહોના દુષ્પ્રભાવને ઓછો કરે છે.
હિંદુ ધર્મમાં ઉંબરાના પૂજનનું પણ બહુ મહત્વ છે. જ્યારે પણ ઘરમાં કોઈ શુભ કાર્ય હોય ત્યારે સૌથી પહેલાં ઘરના ઉંબરાની પૂજા કરવામાં આવે છે. જેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે, માતા લક્ષ્મીની કૃપા મળી રહે અને ગ્રહોના આશીર્વાદથી બધાં જ કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થાય.
ધર્મશાસ્ત્રો અનુસાર, ઉંબરો માત્ર ઘરના મુખ્ય દ્વારે જ નહીં, પરંતુ ઘરના રસોડામાં પણ હોવો જોઈએ. જોકે આજકાલ ઉંબરાનું ચલણ માત્ર ઘરના મુખ્ય દરવાજા સુધી જ મર્યાદિત રહ્યું છે. રસોડામાં તો હવે ભાગ્યે જ કોઈ ઘરમાં ઉંબરો જોવા મળે છે. ધર્મગંથોમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર, ઘરના મુખ્ય દ્વારે ઉંબરાના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે અને આ ઉંબરામાં રાહુ અને કેતુના દુષ્પ્રભાવોને રોકવાની ક્ષમતા પણ હોય છે. તો રસોડામાં ઉંબરો માતા અન્નપૂર્ણાના વાસને દર્શાવે છે. રસોડામાં ઉંબરો બનાવવાથી વ્યક્તિ પર હંમેશાં માતા અન્નપૂર્ણાની કૃપા રહે છે. જે ઘરના રસોડામાં ઉંબરો હોય છે, તેમને ક્યારેય ધન-ધાન્યની અછત નથી રહેતી. હિંદુ ધર્મમાં ઘરના ઉંબરાને અરીસા સમાન ગણવામાં આવે છે. કારણકે તે ઘરમાં કોઈપણ નકારાત્મક શક્તિ અને ખરાબ વ્યક્તિની આહટ માત્રથી અલગ-અલગ સંકેત આપે છે. જેમ કે જો ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો પ્રવેશ થયો હોય તો ઉંબરો ખંડિત થઈ જાય છે. જો ઘરમાં ગ્રહોનો દુષ્પ્રભાવ વધી રહ્યો હોય તો, ઘરનો ઉંબરો દબાઈ જશે. જો ઘરના કોઈ વ્યક્તિ પર કોઈ મુશ્કેલી આવવાની હશે તો, ઉંબરા પર તિરાડો પડવા લાગશે. હિંદુ ધર્મ અનુસાર, ઘરના ઉંબરાની પૂજા એ સાક્ષાત માતા લક્ષ્મીની અને નવ ગ્રહોની પૂજા સમાન ગણાય છે. એટલે રોજ ઘરના ઉંબરાને ધોવો જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ અને તેને સ્વચ્છ રાખવો જોઈએ.
તો આ હતું ઘરના ઉંબરાનું ધાર્મિક મહત્વ. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit: Herzindagi
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.