OPEN IN APP

Lakshmi Ganesh Vastu Tips: લક્ષ્મી-ગણેશની મૂર્તિ ક્યાં અને કેવી રીતે રાખવી જોઈએ, જો યોગ્ય રીત જાણશો તો બેંક અને પર્સ પૈસાથી ભરપૂર રહેશે

By: Manan Vaya   |   Updated: Fri 26 May 2023 03:00 PM (IST)
where-to-place-the-lakshmi-ganesh-statue-photo-in-house-know-the-right-direction-according-to-vastu-rules-136739

Lakshmi Ganesh Photo Vastu Direction: વાસ્તવમાં ગણેશ-લક્ષ્મીની મૂર્તિને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તેમને યોગ્ય દિશામાં રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ યોગ્ય દિશામાં હોય તો વિશેષ લાભ અને ધનની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કેવી રીતે અને ક્યાં રાખવી જોઈએ, મૂર્તિ રાખવાની સાચી રીત શું છે, ચાલો જાણીએ.

  • મૂર્તિ મૂકતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જ્યાં પણ લક્ષ્મી-ગણેશની મૂર્તિ હોય, તે જગ્યાને સ્વચ્છ રાખો.
  • લક્ષ્મી-ગણેશની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા તેની નીચે લાલ રંગનું કપડું પાથરી દો.
  • ગણેશજીની મૂર્તિને મહાલક્ષ્મીની મૂર્તિની ડાબી બાજુ રાખો.
  • મહાલક્ષ્મી હંમેશા ગણપતિની જમણી બાજુ રહેવા જોઈએ.
  • તમારા ઘરના કાગળો, પાસ બુક, પૈસા સંબંધિત વસ્તુઓ લક્ષ્મી ગણેશની મૂર્તિ અથવા શ્રી યંત્ર પાસે રાખો.

જો તમે આ નાની-નાની વાતોનું પાલન કરશો તો થોડા જ સમયમાં તમે તમારા જીવનમાં ફરક અનુભવવા લાગશો. પૈસા સંબંધિત અવરોધો અથવા જે ખામીઓ છે તે સમાપ્ત થશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.