Vidur Niti: વિશ્વમાં મહાત્મા વિદુરની નીતિ અને આચાર્ય ચાણક્યની નીતિ બંને સૌથી વધુ પ્રચલિત છે. બંનેની નીતિ આજની પેઢી માટે એક પ્રકારનું મેનેજમેન્ટનું કામ કરી રહી છે. મહાત્મા વિદુર તીક્ષ્ણ બુદ્ધી અને દૂરંદેશી હોવાની સાથે સ્વભાવે ખૂબ જ શાંત અને સરળ હતા. આ જ કારણે તેઓ ભગવાન કૃષ્ણના પણ પ્રિય હતા.
સંસ્કૃતમાં 'વિદુર' શબ્દનો અર્થ કુશળ, જ્ઞાની અને બુદ્ધિશાળી થાય છે. મહાત્મા વિદુરે વિદુર નીતિમાં સત્યની સાથે વ્યવહાર, પૈસા અને કર્મનો સમાવેશ કર્યો છે. જાણો કેવા વ્યક્તિ પાસે ક્યારેય પૈસાની કમી નથી રહેતી.
अनिर्वेदः श्रियो मूलं लाभस्य च शुभस्य च ।
महान् भवत्यनिर्विण्णः सुखं चानन्त्यमश्नुते ।।
મહાત્મા વિદુરના આ શ્લોક અનુસાર, જે વ્યક્તિ પોતાનું કામ પૂરા જોશ અને ઈમાનદારીથી સાથે કરે છે તેને હંમેશા સુખ પ્રાપ્ત થાય છે. જીવનમાં હંમેશા ધન-સંપત્તિ બની રહે છે. તે વ્યક્તિને યશ, માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે. મહાત્મા વિદુરના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ પોતાના કાર્ય પર ધ્યાન આપવું જોઈએ જેથી તે પોતાના લક્ષ્ય સુધી વિના કોઈપણ રુકાવટથી આગળ વધી શકે.
सुखार्थिनः कुतो विद्या नास्ति विद्यार्थिनः सुखम् ।
सुखार्थी वा त्यजेत् विद्यां विद्यार्थी वा त्यजेत् सुखम् ।।
મહાત્મા વિદુરના આ શ્લોક અનુસાર, આવી વ્યક્તિ માત્ર સુખની ઈચ્છા રાખે છે, તેને વિદ્યા મેળવવામાં મુશ્કેલી પડે છે. જે વિદ્યા મેળવવા માગે છે તેને સુખની પ્રાપ્તી થતી નથી. જો તમે સુખની ઈચ્છા રાખો છો તો તમારે વિદ્યા અર્જિત કરવાનો વિચાર ત્યાગ કરવો પડશે અને જો તમે વિદ્યા મેળવવા માગો છો તો જીવનમાં સુખનો ત્યાગ કરવો પડશે. વિદ્યા મેળવવા માટે પરિશ્રમ અને ત્યાગની જરૂર હોય છે. હમણાં કરેલા ત્યાગથી જ પછીથી જ્ઞાની વ્યક્તિ ધન અને સન્માનથી પૂર્ણ થાય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો