Surya Shani Yuti: 2026નું વર્ષ 3 રાશિ માટે સરપ્રાઈઝ લઈને આવશે, નસીબ આડે આવતી અડચણો દૂર થતાં જાતકો સડસડાટ સફળતાની સીડી ચડશે

4 જાન્યુઆરી,2026ના રોજ સૂર્ય-શનિ એકબીજાથી 72 ડિગ્રી કોણ પર સ્થિર રહીને પંચાક યોગનું નિર્માણ કરવાના છે. આ દરમિયાન શનિ પોતાની સ્વરાશિ મીનમાં રહેશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Dec 2025 05:37 PM (IST)Updated: Wed 03 Dec 2025 05:37 PM (IST)
surya-shani-yuti-2026-these-3-lucky-zodiac-signs-for-next-year-due-to-panchank-yoga-648979
HIGHLIGHTS
  • સૂર્ય અને શનિ પિતા-પુત્ર હોવાની સાથે એકબીજાના શત્રુ

Surya Shani Yuti 2026, Lucky Zodiac Signs: 2025ના વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે અને થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થઈ જશે. આવનારું વર્ષ 2026 પણ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સ્વામી ગણાતા સૂર્ય અને શનિ પિતા-પુત્ર હોવાની સાથે-સાથે એકબીજાના શત્રુ માનવામાં આવે છે. જો કે આ બન્ને શક્તિશાળી ગ્રહોની જોડી નવા વર્ષની શરૂઆતમાં જ દુર્લભ યોગ બનાવવા જઈ રહી છે.

હકીકતમાં આગામી 4 જાન્યુઆરી,2026ના રોજ સૂર્ય-શનિ એકબીજાથી 72 ડિગ્રી કોણ પર સ્થિર રહીને પંચાક યોગનું નિર્માણ કરવાના છે. આ દરમિયાન શનિ પોતાની સ્વરાશિ મીનમાં રહેશે, જ્યારે સૂર્ય ધન રાશિમાં બિરાજમાન હશે. જેના પર ગુરુની દ્રષ્ટિ પણ રહેશે.

વૈદિક જ્યોતિષમાં તેને મહા રાજયોગ કહેવામાં આવે છે, જે 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. આ દુર્લભ સંયોગથી આવનારા વર્ષની શરુઆત 3 રાશિના જાતકો માટે મોટી સરપ્રાઈઝ લઈને આવશે. તો ચાલો જાણીએ કંઈ છે આ ત્રણ લકી રાશિ…

  • કન્યા: સૂર્ય-શનિનો આ દુર્લભ સંયોગ આ રાશિના જાતકો પર સકારાત્મક અસર કરી રહ્યો છે. તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. વર્ષોથી અટકી પડેલા કામો ઉકેલવાનો માર્ગ મળશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહે. કોઈ મોટું પદ મળવાથી મન પ્રસન્ન રહેશે. પરદેશના કામમાં પ્રગતિ જણાશે. દ્યાર્થીઓની આંતરિક શક્તિ ખીલશે. લગ્નોત્સુકો માટે આનંદમય માહોલ સર્જાય
  • ધન: સૂર્ય-શનિની યુતિથી આ રાશિના જાતકો માટે નવી તકો ખુલશે. જાતકો સફળતાના માર્ગે આગળ વધી શકશે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાય. ઉઘરાણી માટે મુસાફરીનું આયોજન થાય. કાનૂની ગૂંચમાં ઉકેલ મળશે. લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ માટે નવી દિશા મળશે.
  • મીન: સૂર્ય-શનિનો સંયોગ આ રાશિના જાતકો માટે પણ અત્યંત લાભદાયી સિદ્ધ થશે. જાતકોના આર્થિક કાર્યો અણધારી સહાયથી પૂર્ણ થશે. જૂના રોગોનું નિરાકરણ સંભવ. નાણાંકીય સ્થિતિ વધારે મજબૂત બનશે. જીવનસાથી શોધતા જાતકોને ખુશીના સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.