Surya Grahan: ઈતિહાસનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ સર્જાશે, દિવસ બની જશે રાત્રી, ભારતમાં કેવી રહેશે સ્થિતિ?

આ સમયે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીને માટે આ ખૂબ જ ખાસ ઘટના માનવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે 21મી સદી માટે આ સૌથી મહત્વના સૂર્ય ગ્રહણો પૈકી એક માનવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 06 May 2026 03:58 PM (IST)Updated: Wed, 06 May 2026 04:03 PM (IST)
surya-grahan-solar-eclipse-2026-india-visibility-and-zodiac-signs-effects

Surya Grahan 2027 Zodiac Signs Effects: આગામી વર્ષ એક અદભુત ખગોળીય ઘટના સર્જાશે. વર્ષ 2027ની 2જી ઓગસ્ટના રોજ થનારું સૂર્ય ગ્રહણ ખગોળ વિજ્ઞાનમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમયે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીને માટે આ ખૂબ જ ખાસ ઘટના માનવામાં આવશે.

સૌથી ખાસ વાત એ છે કે 21મી સદી માટે આ સૌથી મહત્વના સૂર્ય ગ્રહણો પૈકી એક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સૂર્ય ગ્રહણનો સમય આશરે 6: 23 મિનિટ માનવામાં આવે છે, જે અન્ય ગ્રહણોની તુલનામાં સૌથી લાંબો સમય માનવામાં આવે છે.

પંચાંગ પ્રમાણે વર્ષ 2027નું આ સૂર્ય ગ્રહણ 2 ઓગસ્ટના રોજ થશે અને તેનો સંપૂર્ણ પ્રભાવ આશરે 6:23 મિનિટ સુધી રહેશે. સામાન્ય રીતે સંપૂર્ણ સૂર્યગ્રહણ 2 મિનિટથી 3 મિનિટ સુધી ચાલે છે. આ અવધિને લીધે આ સદીનો સૌથી લાંબો સમય કહેવામાં આવે છે.

કયા દેશોમાં આ ગ્રહણ જોવા મળશે
આ અત્યંત દુર્લભ એવા સૂર્ય ગ્રહણનો મોટો ભાગ ભારતમાં જોવા મળશે. અલબત તે વિશ્વમાં દક્ષિણ સ્પેન, અલ્જિરીયા, ટ્યુનીશિયા, લીબિયા, ઈજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા, યમન તથા સોમાલિયામાં સંપૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ જોવા મળશે. આ ક્ષેત્રોમાં દિવસ દરમિયાન અંધારપટ્ટ ફેલાઈ જશે. એટલે જ તો તેને અનોખો અનુભવ માનવામાં આવે છે.

તેની લંબી અવધિ અને દુર્લભ ખગોળિય ઘટના ખાસ બને છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો ખગોળની આ ઘટનાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

સૂર્ય ગ્રહણ એક એવી ખગોળીય ઘટના છે કે જેમાં ચંદ્ર પૃથ્વી તથા સૂર્યની વચ્ચે આવી જાય છે અને તેને લીધી સૂર્યનો પ્રકાશ અંશિક અથવા તો સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. જ્યારે સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે ત્યારે તેને સંપૂર્ણ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે અને જ્યારે ફક્ત અમુક ભાગ જ ઢંકાય તો તેને અંશિક સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.