Sikh Festivals 2026 Calender: શીખ ધર્મમાં તહેવારો અને ગુરુપર્વનું વિશેષ મહત્વ છે. વર્ષ 2026ના આગમનને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે શીખ સમુદાય માટે આગામી વર્ષના તહેવારોની યાદી જાહેર થઈ ચૂકી છે. શીખ ધર્મના મોટાભાગના તહેવારો હવે 'નાનકશાહી કેલેન્ડર' અનુસાર નિશ્ચિત તારીખો પર ઉજવવામાં આવે છે, જેનાથી સમગ્ર વિશ્વમાં વસતા શીખ સમુદાયમાં ઉજવણીને લઈ એકરૂપતા જળવાઈ રહે છે.
નાનકશાહી કેલેન્ડરનું મહત્વ
વિશ્વના પાંચમા સૌથી મોટા ધર્મ તરીકે ઓળખાતા શીખ ધર્મનો પાયો એકતા, ભાઈચારો અને 'એક ઓંકાર' (ઈશ્વર એક છે) પર રચાયેલો છે. અગાઉ શીખ તહેવારો વિક્રમ સંવત (વિક્રમી કેલેન્ડર) મુજબ ઉજવાતા હતા, જેના કારણે તારીખોમાં દર વર્ષે ફેરફાર થતો હતો અને ઘણીવાર અસમંજસની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે 2003માં ઔપચારિક રીતે 'નાનકશાહી કેલેન્ડર' અપનાવવામાં આવ્યું હતું. આ ફેરફારને કારણે હવે ગુરુપર્વ જેવા મુખ્ય તહેવારો નિશ્ચિત તારીખે ઉજવાય છે. જોકે, દિવાળી અને હોલા મોહલ્લા જેવા તહેવારો હજુ પણ ભારતીય પરંપરા સાથે જોડાયેલા હોવાથી વિક્રમી કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે.
વર્ષ 2026માં લોહરી, વૈશાખી, હોલા મોહલ્લા અને ગુરુ નાનક જયંતિ જેવા મુખ્ય તહેવારો ક્યારે છે, તેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
જાન્યુઆરી 2026 તહેવારો
- 13 જાન્યુઆરી (મંગળવાર): લોહરી
- 31 જાન્યુઆરી (શનિવાર): ગુરુ હર રાય જયંતિ
માર્ચ 2026 તહેવારો
- 4 માર્ચ (બુધવાર): હોલા મોહલ્લા પ્રારંભ
- 6 માર્ચ (શુક્રવાર): હોલા મોહલ્લા સમાપ્તિ
- 17 માર્ચ (મંગળવાર): ગુરુ હર રાય ગુરુગદ્દી દિવસ
- 19 માર્ચ (ગુરુવાર): ગુરુ અમર દાસ ગુરુગદ્દી દિવસ
- 22 માર્ચ (રવિવાર): ગુરુ અંગદ દેવ જ્યોતિ જોત
- 23 માર્ચ (સોમવાર): ગુરુ હરગોવિંદ સિંહ જ્યોતિ જોત
એપ્રિલ 2026 તહેવારો
- 1 એપ્રિલ (બુધવાર): ગુરુ હર કૃષ્ણ સિંહ જ્યોતિ જોત
- 1 એપ્રિલ (બુધવાર): ગુરુ તેગ બહાદુર ગુરુગદ્દી દિવસ
- 7 એપ્રિલ (મંગળવાર): ગુરુ તેગ બહાદુર જયંતિ
- 9 એપ્રિલ (ગુરુવાર): ગુરુ અર્જન દેવ જયંતિ
- 14 એપ્રિલ (મંગળવાર): વૈશાખી (બૈસાખી)
- 18 એપ્રિલ (શનિવાર): ગુરુ અંગદ દેવ જયંતિ
- 30 એપ્રિલ (ગુરુવાર): ગુરુ અમર દાસ જયંતિ
મે 2026 તહેવાર
- 10 મે (રવિવાર): ગુરુ હરગોવિંદ સિંહ ગુરુગદ્દી દિવસ
જૂન 2026 તહેવારો
- 18 જૂન (ગુરુવાર): ગુરુ અર્જન દેવ જ્યોતિ જોત
- 30 જૂન (મંગળવાર): ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ
ઓગસ્ટ 2026 તહેવાર
- 7 ઓગસ્ટ (શુક્રવાર): ગુરુ હર કૃષ્ણ સિંહ જયંતિ
સપ્ટેમ્બર 2026 તહેવારો
- 12 સપ્ટેમ્બર (શનિવાર): ગુરુ ગ્રંથ સાહિબ જયંતિ (પહેલો પ્રકાશ)
- 13 સપ્ટેમ્બર (રવિવાર): ગુરુ અર્જન દેવ ગુરુગદ્દી દિવસ
- 14 સપ્ટેમ્બર (સોમવાર): ગુરુ રામ દાસ જ્યોતિ જોત
- 24 સપ્ટેમ્બર (ગુરુવાર): ગુરુ રામ દાસ ગુરુગદ્દી દિવસ
- 26 સપ્ટેમ્બર (શનિવાર): ગુરુ અમર દાસ જ્યોતિ જોત
ઓક્ટોબર 2026 તહેવારો
- 1 ઓક્ટોબર (ગુરુવાર): ગુરુ અંગદ દેવ ગુરુગદ્દી દિવસ
- 5 ઓક્ટોબર (સોમવાર): ગુરુ નાનક દેવ જ્યોતિ જોત
- 27 ઓક્ટોબર (મંગળવાર): ગુરુ રામ દાસ જયંતિ
નવેમ્બર 2026 તહેવારો
- 3 નવેમ્બર (મંગળવાર): ગુરુ હર કૃષ્ણ સિંહ ગુરુગદ્દી દિવસ
- 3 નવેમ્બર (મંગળવાર): ગુરુ હર રાય જ્યોતિ જોત
- 11 નવેમ્બર (બુધવાર): ગુરુ ગ્રંથ સાહિબ ગુરુગદ્દી દિવસ
- 14 નવેમ્બર (શનિવાર): ગુરુ ગોવિંદ સિંહ જ્યોતિ જોત
- 24 નવેમ્બર (મંગળવાર): ગુરુ નાનક દેવ જયંતિ (ગુરુપર્વ)
ડિસેમ્બર 2026
- 12 ડિસેમ્બર (શનિવાર): ગુરુ ગોવિંદ સિંહ ગુરુગદ્દી દિવસ
- 14 ડિસેમ્બર (સોમવાર): ગુરુ તેગ બહાદુર જ્યોતિ જોત
