Remedies For Weak Planets: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના નંગનું ખૂબ જ મહત્વ છે. જન્મકુંડળીમાં જો ગ્રહ બળ પ્રદાન ન કરતો હોય નીચ રાશિમાં હોય, અસ્તનો હોય તો તેને જાગૃત કરવા માટે જ્યોતિષીઓ રત્ન પહેરવાની સલાહ આપતા હોય છે. પરંતુ દરેક ગ્રહોના નંગ સસ્તા મળે એવુ જરુરી નથી. માર્કેટમાં સાચા નંગોની મોટી કિંમત છે, જે દરેક જણ એફોર્ડ કરી શકે તેવુ પણ જરુરી નથી. તેથી જો ગ્રહોના નંગ ના લાવી શકો તેવી સ્થિતિમાં કેવી રીતે ગ્રહને બળવાન કરશો તે આજે અમે તમને જણાવીશું.
ચંદ્ર દેવ
કુંડળીમાં જો ચંદ્ર દેવ નબળી સ્થિતિમાં હોય તો હાથમાં સફેદ કે ગુલાબી દોરો પહેરવો જોઈએ. મહાદેવની ઉપાસના કરવાથી ચંદ્ર દેવ પ્રસન્ન થાય છે. સોમવારે ખીર ખાઈને ઉપવાસ કરવો જોઈએ.
મંગળ દેવ
મંગળ દેવ જો કુંડળીમાં અશુભ ફળ આપતા હોય તો તેને શાંત કરવા હાથમાં લાલ રંગનો દોરો પહેરવો જોઈએ. આ સાથે તમે દરરોજ મંદિરમાં દીવો કરીને મંગળ સ્તોત્રનું પઠણ પણ કરી શકો છો.
સૂર્ય દેવ
સૂર્ય દેવ માટે ડાર્ક ઓરેન્જ કાંતો સોનેરી કલરનો દોરો હાથમાં કે ગળામાં પેડન્ટ સ્વરુપે ધારણ કરવો જોઈએ. દરરોજ સવારે ઉઠી નાહીધોઈને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ.
બુધ દેવ
કુંડળીમાં બુધ દેવ વાણીના કારક છે. વાણી શુધ્ધ કરવા માટે હાથમાં ગ્રીન(લીલા) કલરનો દોરો પહેરવો જોઈએ. બુધવારે લીલી વસ્તુ ખાઈ ઉપવાસ રાખવો જોઈએ.
ગુરુ દેવ
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ વિદ્યા, મહિલાઓ માટે લગ્નનો કારક ગ્રહ છે. જો તેઓ કુંડળીમાં નબળા હોય તો હાથમાં પીળા રંગનો દોરો બાંધવો જોઈએ.
શુક્ર દેવ
શુક્ર દેવને ભૌતિક સુખોના કારણ માનવામાં આવે છે કુંડળીમાં તેઓ નબળા હોય તો જાતકને સફેદ કલરનો દોરો બાંધવો જોઈએ અને ઘરની પૂજામાં શ્રી યંત્રની પૂજા પણ કરવી જોઈએ.
રાહુ-કેતુ
રાહુ-કેતુની કૃપા પ્રાપ્ત કરવા માટે સફેદ કે ક્રીમ કલરનો દોરો તમે હાથમાં પહેરી શકો છો. મહાદેવને જળ અર્પણ કરવાથી રાહુ અને પીળી વસ્તુનું દાન કરવાથી કેતુ મહારાજ શુભ ફળ આપે છે.
શનિ દેવ
શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે હાથમાં કાળો દોરો પહેરવો જોઈએ.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.