Spiritual
Ram Navami 2023: રામ નવમીએ બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો કઈ-કઈ રાશિને થશે ફાયદો
Ram Navami 2023: 22 માર્ચથી માતાજીની પૂજાનો પર્વ ચૈત્રી નવરાત્રી શરુ થશે. તેમાં નોમની તિથિએ રામ નવમીનો તહેવાર મનાવવામાં આવશે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ પર્વને સમગ્ર હિન્દુઓ ધૂમધામથી ઉજવે છે. 30 માર્ચે રામનવમી છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસ ઘણો જ શુભ છે કારણકે આ દિવસ ગુરુવાર છે અને ભગવાન વિષ્ણુને ગુરુવાર અતિપ્રિય છે. તેવામાં યોગથી આ રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થવાનો છે.
મેષ રાશિ – ચૈત્ર રામનવમીમાં મેષ રાશિના લોકો માટે આર્થિક લાભ થઈ શકે છે, તેની સાથે તમારા અટકેલા કામ પણ પૂરા થશે. આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે.
સિંહ રાશિ – ચૈત્ર રામનવમીમાં સિંહ રાશિના લોકોને પણ લાભ મળવાનો છે. નોકરી મળવાની આશા છે. ચૈત્ર રામ નવમીમાં આ રાશિના જાતકોના લગ્નની સંભાવનાઓ બની શકે છે.
તુલા રાશિ – ચૈત્ર રામ નવમી તુલા રાશિના જાતકો માટે શુભ પરિણામ લાવનાર છે. તમે પરિવારમાં તેમજ નવા સંબંધના બંધનમાં સકારાત્મક પરિણામો જોઈ શકો છો. આર્થિક લાભ થઈ શકે છે.
disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.