Panchgrahi Yog 2026: શનિની રાશિમાં પાંચ ગ્રહોનો જમાવડો જાતકોના સૂતેલા ભાગ્યને જગાડશે, 3 રાશિ પર થશે ધનવર્ષા

એક કરતાં વધારે ગ્રહો એક જ રાશિમાં ભેગા થાય, તો તેની સંયુક્ત ઉર્જાની અસર દેશ-દુનિયા અને તમામ રાશિના જાતકો પર પડતી હોય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Jan 2026 04:12 PM (IST)Updated: Sun, 25 Jan 2026 04:12 PM (IST)
panchgrahi-yog-2026-in-kumbh-rashi-is-lucky-for-these-5-zodiac-signs
HIGHLIGHTS
  • ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુ કુંભ રાશિમાં પાવરફૂલ પંચગ્રહી યોગ બનાવશે

Panchgrahi Yog 2026: 2026ના પ્રથમ મહિના જાન્યુઆરીનો અંતિમ સપ્તાહ શરૂ થઈ ગયો છે. આજથી 5 દિવસ બાદ ફેબ્રુઆરી મહિનો શરૂ થવાનો છે, જે ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે.

વૈદિક જ્યોતિષ મુજબ, આગામી મહિનામાં અનેક દુર્લભ યોગ અને રાજયોગ બનવા જઈ રહ્યા છે. જેની સીધી અસર માનવજીવન અને દેશ-દુનિયા પર જોવા મળશે.

હકીકતમાં ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુનો પંચગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ પંચગ્રહી યોગ શનિની રાશિ કુંભમાં બનવાનો છે. જેના પરિણામે 3 રાશિના જાતકોની કિસ્મત સોનાની જેમ ચમકી શકે છે, તો જોઈએ આ લકી રાશિમાં તમારી તો નથી ને…

મેષ: પંચગ્રહી યોગ આ રાશિની કુંડળમાં આવક અને લાભ સ્થાનમાં બની રહ્યો છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દરમિયાન જાતકોને આવકના નવા માર્ગો મળી શકે છે. અગાઉ કરવામાં આવેલા રોકાણ પર સારું વળતર મળી શકે છે. નવી નોકરીની રાહ જોનારાને આશાનું કિરણ ઉગશે. કામકાજના સ્થળે તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહઃ આ રાશિના સાતમા ભાવમાં પંચગ્રહી યોગ બનવાનો છે, જે ભાગીદારી, વિવાહ અને વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ સમયગાળા દરમિયાન જાતકોને જીવનસાથીનો ભરપુર સહયોગ મળશે. દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. ધંધાકીય કાર્યમાં પ્રગતિ થશે. વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થઈ શકે છે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. નોકરિયાત વર્ગને કામકાજમાં મુશ્કેલીનો અંત આવશે.

કુંભ: પાંચ ગ્રહોની યુતિથી બનતો પંચગ્રહી યોગ કુંભ રાશિના જાતકો માટે વરદાનથી કમ નહીં રહે, કારણ કે પંચગ્રહી યોગ કુંભ રાશિના લગ્ન ભાવમાં જ બની રહ્યો છે. આથી તમારો આત્મવિશ્વાસ બુલંદ બનશે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે.લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતાં જણાશે.સામાજિક કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે. કાર્યક્ષેત્રમાં યોગ્યતા બતાવવાનો મોકો મળશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.