Maha Shivratri 2023: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી નો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી તેમની પૂજા કરે છે.
હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે. એટલા માટે મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો આ શુભ દિવસ શિવ-પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રિની તિથિ, પૂજા પદ્ધતિ અને મહત્વ.
મહાશિવરાત્રી 2023 તારીખ અને પૂજા માટેનો શુભ સમય
પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.02 કલાકે શરૂ થશે અને 18મી ફેબ્રુઆરીએ સાંજે 4.18 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે.
આ શુભ સંયોગ બની રહ્યો છે
આ વર્ષે મહાશિવરાત્રી શનિવારે આવી રહી છે. શનિવારે મહાશિવરાત્રી અને શનિ પ્રદોષ વ્રત બંને મનાવવાના કારણે આ દિવસનું મહત્વ પહેલા કરતા વધુ વધી ગયું છે. સંતાન પ્રાપ્તિ માટે ભોલેનાથની પૂજા કરીને વરદાન માંગી શકાય છે. તેમજ શનિવાર હોવાથી શનિદેવની પૂજા કરવી શુભ છે.
આ રીતે કરો મહાદેવની પૂજા
મહાદેવની પૂજા કરવી સૌથી સરળ છે. ધ્યાન રાખવાનું કે તે દિવસે કાળા કપડા પહેરીને પૂજા કરવુ બેસવુ નહીં. શિવલિંગ પર દૂધ તથા પાણીનો અભિષેક કરવો. શનિવાર હોવાથી દૂધમાં ચપટી કાળા તલ નાખી દેવા. ત્યારબાદ મહાદેવના જાપ કરવાથી મનવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.