Lagna Muhurat 2026 Gujarati (લગ્ન મુહૂર્ત 2026 ગુજરાતી): વર્ષ 2026 અનેક લોકો માટે જીવનમાં પરિવર્તન અને ખુશીઓ લઈને આવવાનું છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી, કેટલીક રાશિઓ માટે આ વર્ષ તમામ પ્રકારના સુખનો અનુભવ કરાવશે, જ્યારે અનેક યુગલો માટે આ વર્ષ નવા જીવનની શરૂઆત એટલે કે લગ્નનો શુભારંભ લઈને આવશે.
હિન્દુ ધર્મમાં લગ્ન સંસ્કારને અત્યંત શુભ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, 16 સંસ્કારો પૈકી લગ્ન એ એક મુખ્ય સંસ્કાર છે, જે ધાર્મિક અને સામાજિક જીવનનો આધાર છે.
માન્યતા મુજબ, દિવાળી પછી આવતી દેવઉઠની એકાદશીના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ ચાર મહિનાની યોગિક નિંદ્રામાંથી જાગૃત થાય છે. ભગવાન વિષ્ણુના જાગૃત થયા પછી જ લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય તમામ શુભ કાર્યો ફરીથી શરૂ થાય છે. આ આર્ટિકલમાં, આજે અમે તમને વર્ષ 2026 માં લગ્ન માટેના તમામ શુભ મુહૂર્ત અને તારીખો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
લગ્ન મુહૂર્ત જાન્યુઆરી 2026 (Gujarati Marriage Muhurat In January 2026)
જાન્યુઆરી 2026 માં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.
લગ્ન મુહૂર્ત ફેબ્રુઆરી 2026 (Gujarati Marriage Muhurat In February 2026)
- 5 ફેબ્રુઆરી 2026, ગુરુવાર
- 6 ફેબ્રુઆરી 2026, શુક્રવાર
- 8 ફેબ્રુઆરી 2026, રવિવાર
- 10 ફેબ્રુઆરી 2026, મંગળવાર
- 12 ફેબ્રુઆરી 2026, ગુરુવાર
- 14 ફેબ્રુઆરી 2026, શનિવાર
- 19 ફેબ્રુઆરી 2026, ગુરુવાર
- 20 ફેબ્રુઆરી 2026, શુક્રવાર
- 21 ફેબ્રુઆરી 2026, શનિવાર
- 24 ફેબ્રુઆરી 2026, મંગળવાર
- 25 ફેબ્રુઆરી 2026, બુધવાર
- 26 ફેબ્રુઆરી 2026, ગુરુવાર
લગ્ન મુહૂર્ત માર્ચ 2026 (Gujarati Marriage Muhurat In March 2026)
- 1 માર્ચ 2026, રવિવાર
- 3 માર્ચ 2026, મંગળવાર
- 4 માર્ચ 2026, બુધવાર
- 7 માર્ચ 2026, શનિવાર
- 8 માર્ચ 2026, રવિવાર
- 9 માર્ચ 2026, સોમવાર
- 11 માર્ચ 2026, બુધવાર
- 12 માર્ચ 2026, ગુરુવાર
લગ્ન મુહૂર્ત એપ્રિલ 2026 (Gujarati Marriage Muhurat In April 2026)
- 15 એપ્રિલ 2026, બુધવાર
- 20 એપ્રિલ 2026, સોમવાર
- 21 એપ્રિલ 2026, મંગળવાર
- 25 એપ્રિલ 2026, શનિવાર
- 26 એપ્રિલ 2026, રવિવાર
- 27 એપ્રિલ 2026, સોમવાર
- 28 એપ્રિલ 2026, મંગળવાર
- 29 એપ્રિલ 2026, બુધવાર
લગ્ન મુહૂર્ત મે 2026 (Gujarati Marriage Muhurat In May 2026)
- 1 મે 2026, શુક્રવાર
- 3 મે 2026, રવિવાર
- 5 મે 2026, મંગળવાર
- 6 મે 2026, બુધવાર
- 7 મે 2026, ગુરુવાર
- 8 મે 2026, શુક્રવાર
- 13 મે 2026, બુધવાર
- 14 મે 2026, ગુરુવાર
લગ્ન મુહૂર્ત જૂન 2026 (Gujarati Marriage Muhurat In June 2026)
- 21 જૂન 2026, રવિવાર
- 22 જૂન 2026, સોમવાર
- 23 જૂન 2026, મંગળવાર
- 24 જૂન 2026, બુધવાર
- 25 જૂન 2026, ગુરુવાર
- 26 જૂન 2026, શુક્રવાર
- 27 જૂન 2026, શનિવાર
- 29 જૂન 2026, સોમવાર
લગ્ન મુહૂર્ત જુલાઈ 2026 (Gujarati Marriage Muhurat In July 2026)
- 1 જુલાઈ 2026, બુધવાર
- 6 જુલાઈ 2026, સોમવાર
- 7 જુલાઈ 2026, મંગળવાર
- 11 જુલાઈ 2026, શનિવાર
લગ્ન મુહૂર્ત ઓગસ્ટ 2026 (Gujarati Marriage Muhurat In August 2026)
ઓગસ્ટ 2026 માં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.
લગ્ન મુહૂર્ત સપ્ટેમ્બર 2026 (Gujarati Marriage Muhurat In September 2026)
સપ્ટેમ્બર 2026 માં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.
લગ્ન મુહૂર્ત ઓક્ટોબર 2026 (Gujarati Marriage Muhurat In October 2026)
ઓક્ટોબર 2026 માં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.
લગ્ન મુહૂર્ત નવેમ્બર 2026 (Gujarati Marriage Muhurat In November 2026)
- 21 નવેમ્બર 2026, શનિવાર
- 24 નવેમ્બર 2026, મંગળવાર
- 25 નવેમ્બર 2026, બુધવાર
- 26 નવેમ્બર 2026, ગુરુવાર
લગ્ન મુહૂર્ત ડિસેમ્બર 2026 (Gujarati Marriage Muhurat In December 2026)
- 2 ડિસેમ્બર 2026, બુધવાર
- 3 ડિસેમ્બર 2026, ગુરુવાર
- 4 ડિસેમ્બર 2026, શુક્રવાર
- 5 ડિસેમ્બર 2026, શનિવાર
- 6 ડિસેમ્બર 2026, રવિવાર
- 11 ડિસેમ્બર 2026, શુક્રવાર
- 12 ડિસેમ્બર 2026, શનિવાર
ચાતુર્માસ
લગ્નના શુભ મુહૂર્ત નક્કી કરતી વખતે ચાતુર્માસનો સમયગાળો ધ્યાનમાં લેવો અનિવાર્ય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ માટે જાય છે અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવઉઠી એકાદશીના દિવસે યોગનિદ્રામાંથી જાગૃત થાય છે. આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન લગ્ન સહિતની તમામ શુભ વિધિઓ કરવામાં આવતી નથી.
આ ઉપરાંત, સૂર્યનું ધનુ રાશિ અને મીન રાશિમાં ગોચર (ખરમાસ) દરમિયાન પણ લગ્ન કરવામાં આવતા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમયગાળામાં લગ્ન માટે જરૂરી ગ્રહ ગુરુ (બૃહસ્પતિ)નો પ્રભાવ ઓછો થઈ જાય છે, જેથી શુભતા જળવાતી નથી.
