June Grah Gochar 2026: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જૂન 2026 નો મહિનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ સહિત ઘણા મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે, જેની સીધી અસર તમામ રાશિઓ પર જોવા મળશે.
2 જૂન: ગુરુનું કર્ક રાશિમાં મહાગોચર
8 જૂન: શુક્રનો કર્ક રાશિમાં પ્રવેશ
15 જૂન: સૂર્ય દેવનું મિથુન રાશિમાં ભ્રમણ
21 જૂન: મંગળનું વૃષભ રાશિમાં ગોચર
22 જૂન: બુધનો કર્ક રાશિમાં પ્રવેશ
આ ગ્રહોની અદભુત ચાલને કારણે 5રાશિઓના જાતકોને અણધાર્યો ધનલાભ અને કારકિર્દીમાં મોટી સફળતા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે.
આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે જૂન મહિનો વરદાન સમાન સાબિત થશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ અથવા મોટા પ્રોજેક્ટ મળી શકે છે. વ્યાપારીઓ માટે નવા સંપર્કો આર્થિક નફો કરાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અટકેલા નાણાં પરત મળશે. પારિવારિક વિવાદોનો અંત આવશે.
સિંહ રાશિ
સૂર્ય અને મંગળના શુભ પ્રભાવથી તમારી ઇચ્છાશક્તિ મજબૂત બનશે. નોકરી અને બિઝનેસમાં સકારાત્મક પરિવર્તન આવશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આ મહિને જમીન, મકાન કે નવું વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવો આવશે.
કર્ક રાશિ
ગુરુ તમારી જ રાશિમાં ઉચ્ચના થઈને ભ્રમણ કરી રહ્યા હોવાથી આ સમય સર્વશ્રેષ્ઠ રહેશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની પ્રબળ શક્યતાઓ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ભાગ્યનો પૂરો સાથ મળશે. ધાર્મિક અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે.
મિથુન રાશિ
આ ગોચર તમારી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે. બેંક બેલેન્સ અને બચતમાં વધારો થશે. જૂના અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. વ્યાપારિક યોજનાઓ સફળ થતાં સારો નફો મળશે. દાંપત્ય જીવન મધુર રહેશે અને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે કરિયર અને નાણાકીય બાબતોમાં આ મહિનો નવી સિદ્ધિઓ લઈને આવશે. અણધાર્યા ધનલાભના મજબૂત સંકેતો છે. રોકાણ કરવા માટે આ ઉત્તમ સમય છે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને મનપસંદ ઓફર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયો સચોટ સાબિત થશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
