Jalaram Bapa Ni Aarti Lyrics in Gujarati: આજે 29 ઓક્ટોબર 2025, બુધવારના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં માનવસેવા તથા અનન્ય ભક્તિના પ્રતીક એવા પરમ પૂજ્ય સંત જલારામ બાપાની 226મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
જલારામ જયંતિના આ પવિત્ર અવસર પર, બાપાના ધામ વિરપુર સહિત દેશભરમાં આવેલા મંદિરો અને આશ્રમોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ સવારથી જ બાપાની પૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે. મંદિરોમાં બાપાની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી રહી છે.
અહીં અમે તમને જલારામ બાપાની આરતી જણાવવા જઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે બાપાની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જલારામ બાપાની આરતી | Jalaram Bapa Ni Aarti Lyrics in Gujarati
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે વીરપુર વાળા રૂડા રામ ઘરે આવ્યા
હે વીરપુર વાળા રૂડા રામ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે…
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
દયા કરીને વાલે દર્શનીયા રે દીધા
દયા કરીને વાલે દર્શનીયા રે દીધા
ભક્તો ને ઘેર બાપા ભોજનિયાં રે લીધા
ભક્તો ને ઘેર બાપા ભોજનિયાં રે લીધા
હે ખમ્મા ખમ્મા રે માતા રાજબાઈ ના જાય રે
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે…
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
આશાઓ પુરી બાપા કાળજરાડે ઠાર્યા
આશાઓ પુરી બાપા કાળજરાડે ઠાર્યા
વાંજીયા ને ઘેર બાપા પારણિયા બંધાવ્યા
વાંજીયા ને ઘેર બાપા પારણિયા બંધાવ્યા
હે કરુણા ના મીઠા મીઠા મેઘ વરસાવા રે
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે…
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
શ્રદ્ધાળુ જન્મ્યા બાપા તાજ રે સુધાર્યા
શ્રદ્ધાળુ જન્મ્યા બાપા તાજ રે સુધાર્યા
સેવક જન્મ્યા બાપા દુખડા નિવાર્યા
સેવક જન્મ્યા બાપા દુખડા નિવાર્યા
હે દીઠા વરદાન માંગ્યા સુખડા છલકાવ્યા રે
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે…
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
