Hindu New Year 2026 Rashifal: હિન્દુ સંસ્કૃતિમાં નવા વર્ષનો પ્રારંભ ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે. વર્ષ 2026 માં, આ પવિત્ર દિવસ 19માર્ચ, ગુરુવારના રોજ આવી રહ્યો છે. આ સાથે જ વિક્રમ સંવત 20283 નો પ્રારંભ થશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ અત્યંત વિશેષ માનવામાં આવે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ અને વર્ષના 'રાજા-મંત્રી' ના પદ પર બિરાજમાન ગ્રહો સામાન્ય જનતા અને ખાસ કરીને અમુક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે.
ગુરુ 'રાજા' અને મંગળ 'મંત્રી'
જ્યોતિષીય ગણતરી મુજબ, નવું વર્ષ જે વારે શરૂ થાય છે, તે વારનો સ્વામી ગ્રહ આખા વર્ષનો 'રાજા' ગણાય છે. 2026 માં નવું વર્ષ ગુરુવારથી શરૂ થતું હોવાથી, દેવગુરુ ગુરુ વર્ષના રાજા રહેશે. વળી, મંગળ મંત્રીની ભૂમિકા ભજવશે. ગુરુ જ્ઞાન, સુખ અને સમૃદ્ધિના પ્રતીક છે, જ્યારે મંગળ ઉર્જા અને સાહસનું પ્રતીક છે. આ અનોખો સંયોગ ચાર વિશેષ રાશિઓ માટે પ્રગતિના દ્વાર ખોલશે.
આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે નવું વર્ષ
મિથુન
મિથુન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2083 નવી આશાઓ લઈને આવશે. ગુરુના પ્રભાવથી જીવનમાં સ્થિરતા આવશે અને લાંબા સમયથી અટકેલા સરકારી કે અંગત કામો પૂર્ણ થશે. આર્થિક રીતે આ વર્ષ મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. નોકરીયાત વર્ગને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે, જ્યારે મંગળના પ્રભાવથી તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે.
તુલા
તુલા રાશિ માટે આ વર્ષ સામાજિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો કરનારું રહેશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો આ વર્ષ તમારી ઈચ્છા પૂરી કરી શકે છે. વેપારીઓને નવા સંપર્કોથી મોટો આર્થિક લાભ થશે. મંગળની હિંમત અને ગુરુના નસીબના જોરે તમે અશક્ય લાગતા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો.
ધનુ
ધનુ રાશિના જાતકો માટે આ પરિવર્તનનું વર્ષ છે. ગુરુ તમારી વિચારધારામાં સકારાત્મકતા લાવશે, જેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ માર્ગ શોધી શકશો. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. કરિયરમાં ધીમી પણ મક્કમ પ્રગતિ જોવા મળશે.
મકર
મકર રાશિના લોકો માટે આ વર્ષ જ્ઞાન અને અનુભવના વિનિયોગનું છે. તમે તમારી કાર્યક્ષમતાના જોરે કાર્યસ્થળ પર અલગ ઓળખ બનાવશો. આર્થિક સ્થિતિમાં ક્રમશઃ સુધારો થશે અને પરિવાર સાથે મળીને નવા રોકાણ કે વ્યવસાયિક યોજનાઓ બનાવી શકશો. મંગળ તમને નવી જવાબદારીઓ ઉપાડવાની શક્તિ આપશે.
વિક્રમ સંવત 2083 એ આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિનું વર્ષ છે. ગુરુ અને મંગળની જોડી સમાજમાં ન્યાય અને શક્તિનું સંતુલન જાળવશે. જો તમારી રાશિ આ ચારમાં છે, તો આ વર્ષે મહેનત કરવામાં પાછી પાની ન કરતા, કારણ કે ગ્રહોની ચાલ તમારી પડખે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
