ધર્મ ડેસ્ક, Guru Ravidas birthday 2023: શ્રીગુરુ રવિદાસજી મહારાજનો જન્મ 1376 ર્ઈ. વિક્રમ સંવત 1433ની માઘ શુક્લ પૂર્ણિમાના (15)ના દિવસે રવિવારે કાશ, બનારસમાં થયો હતો. જ્યારે તેમનો જન્મ થયો તે સમયે દરેક ઉંચ-નીચ, જાત-પાત, ભેદભાવ સમાજમાં હતો અને કાયદાકીય રીતે જાત-પાતના નામે અત્યાચાર કરવો ગુનો નહીં પણ હક અને ધર્મ સમજતા હતા. આડમ્બરો સહિત ભોળા લોકોને ભ્રમિત કરી તેમને લૂંટવામાં આવતાં હતાં. મોટાભાગના રાજા અત્યાચારી અને વિલાસી હતાં.
એવા સમયમાં ગુરુ રવિદાસ જી મહારાજે તેમનું આખું જીવન વિવેક બૃદ્ધિથી પરમાત્માની સ્તુતિ કરવા મનુષ્યને સદાચાર અને માન-સન્માનભર્યું જીવનજીવવાનો રસ્તો બતાવ્યો. તેમણે તે વખતે અનેક ધાર્મિક, સામાજિક અને રાજનિતિક નેતાઓને ડર્યા વગર પડકાર આપી મનુષ્ય પર થતાં અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અન ખોટું કામ કરવાની ના પાડી હતી. જેના પરિણામસ્વરૂપ તે સમયના અનેક રાજા ગુરુ રવિદાસના શરણે આવ્યા બકાં.
તેમણે ગુરુજી પાસેથી નામ દાન લીધું અને પ્રદેશોમાં એવા કાયદાને દૂર કરાવ્યો. જે માધ્યમથી લોકો પર ઘોર અત્યાચાર કરવામાં આવી રહ્યા હતાં. બીજી તરફ ગુરુજીએ ડરેલા લોકોને પોતાની વાણથી સ્વચ્છ અને સ્પષ્ટ રીતે ભાર આપી ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવતા હતાં. આ માટે સૌથી વધારે જવાબદાર તમે ખુદ છો.
તેમણે કહ્યું કે, એક ષડયંત્રને લીધે ડરેલા લોકોને શિક્ષાથી વંચિત રાખવામાં આવે છે. શિક્ષાથી દૂર રહેવાને લીધે લોકો તેમનું સારું-ખરાબ ભૂલી ગયા અને આ કારણે તે ગુલામ થઈ ગયા અને તેમણે શિક્ષાથી વંચિત રાખી તેમની આગામી પેઢીઓને પણ સદીઓ સુધી ગુલામીમાં રહેવા મજબૂર કરી દીધી હતી. ગુરુ રવિદાસજીએ ડરેલા લોકોને આગળ વધારવા માટે શિક્ષાથી પ્રેરિત કર્યા અને પોતાના અધિકારો માટે લડવા તૈયાર કર્યા હતાં.
તેમણે આખા સમાજને બેગમપુરા બનાવવાની અપલી કરી અને તેમણે સંદેશો આપ્યો કે, જે લોકો મારા બતાવેલાં બેગમપુરાથી સહમત છે. તે ક્યારેય પરમાત્માને ભૂલે નહીં અને ક્યારેય પ્રકૃતિને નુકસાન ના કરે. પ્રકૃતિને હંમેશા પ્રેમ કરે, ક્યારે બેકાર ના બેસી રહે, હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહે અને હંમેશા એવા કાર્ય કરે જેનાથી દરેકનું ભલું થાય અને નશાથી દૂર રહે.
તેમણે કહ્યું કે, એ વાતનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ કે, તમારા કામથી બીજા વ્યક્તિ અને તેની આઝાદીને કોઈ રીતનું નુકસાન થાય નહીં. ગુરુ મહારાજની દૃષ્ટી સર્વવ્યાપી અને બધા માટે હતી. તમે પોતાના જીવનમાં હંમેશા મનુષ્યને પ્રાથમિકતા આપી અને તેમના ભલા માટે પ્રચાર-પ્રસાર કર્યો. પ્રવચર કર્યું અને આવા સમવિચારક મહાપુરુષોની સંગત કરી. તેમનો ઉદ્દેશ હતો કે, મનુષ્યએ બીજા મનુષ્યની ગુલામીથી બચવું જોઈએ તથા મનુષ્યએ માન-સન્માનભર્યું જીવનજીવવાનો સારો અવસર મળે.