Diwali 2025 Gujarati Calendar | દિવાળી 2025 ગુજરાતી કેલેન્ડર: દર વર્ષે દિવાળી (Diwali Calendar 2025) ના આગમનની આતુરતાથી લોકો રાહ જુએ છે. દીપોત્સવ તરીકે ઓળખાતો આ તહેવાર દેશભરમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેની તૈયારીઓ તો ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે.
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે, આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. દિવાળી બાદના દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનો વિધાન છે. આ આર્ટિકલમાં આપણે ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ જેવા મહત્વપૂર્ણ તહેવારોની તારીખો વિશે જાણીશું.
દિવાળી 2025 તારીખ (Diwali 2025 Date)
આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેનાથી ઘરમાં ધન અને સુખનું આગમન થાય છે.
- આસો મહિનાની અમાવસ્યા તિથિ પ્રારંભ - 20 ઓક્ટોબર બપોરે 03:44 વાગ્યે
- આસો મહિનાની અમાવસ્યા તિથિ સમાપ્તિ - 21 ઓક્ટોબર સાંજે 05:54 વાગ્યે
દિવાળી 2025 પૂજાનો શુભ મુહૂર્ત (Diwali 2025 Puja Time)
દ્રિક પંચાંગ અનુસાર, દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી પૂજા મુહૂર્ત સાંજે 07:34 થી રાત્રે 08:38 સુધીનો છે.
- પ્રદોષ કાળ - સાંજે 06:08 થી રાત્રે 08:38 સુધી
- વૃષભ કાળ - સાંજે 07:34 થી રાત્રે 09:33 સુધી
દિવાળી ચોપડા પૂજન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત (Diwali Chopda Pujan Muhurat 2025)
દિવાળી ચોપડા પૂજન 20 ઓક્ટોબર, 2025 સોમવારના રોજ થશે.
- બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 03:44 PM થી 06:08 PM
- સાંજે મુહૂર્ત (ચલ) - 06:08 PM થી 07:41 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 10:48 PM થી 12:22 AM, ઓક્ટોબર 21
- વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 01:55 AM થી 06:36 AM, ઓક્ટોબર 21
- અમાસ તિથિ પ્રારંભ - 03:44 PM ઓક્ટોબર 20, 2025 ના રોજ
- અમાસ તિથિ સમાપ્ત - 05:54 PM ઓક્ટોબર 21, 2025 ના રોજ
ધનતેરસ 2025 તારીખ (Dhanteras 2025 Date and Shubh Muhurat)
ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ખરીદીનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે તે સમૃદ્ધિ અને ભાગ્ય સાથે જોડાયેલો છે.
- આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ - 18 ઓક્ટોબરે બપોરે 12:18 વાગ્યે
- આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની સમાપ્તિ - 19 ઓક્ટોબરે બપોરે 01:51 વાગ્યે
- આ દિવસે પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 07:42 થી રાત્રે 08:39 સુધીનો રહેશે.
કાળી ચૌદસ 2025 તારીખ (Kali Chaudas 2025 Date)
દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળી ઉજવવામાં આવે છે. તેને કાળી ચૌદસ અને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 20 ઓક્ટોબર 2025ના રોજ છે.
- આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનો પ્રારંભ - 19 ઓક્ટોબરે બપોરે 01:51 કલાકે
- આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિની સમાપ્તિ - 20 ઓક્ટોબરે બપોરે 03:44 કલાકે
ગોવર્ધન પૂજા 2025 તારીખ (Govardhan Puja 2025 Date)
દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે અન્નકૂટની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 22 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ગુજરાતમાં નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ (Gujarati New Year 2025) ઉજવવામાં આવે છે.
- કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો પ્રારંભ - 21 ઓક્ટોબર સાંજે 05:54 કલાકે
- કારતક માસની પ્રતિપદા તિથિ સમાપ્ત - 22 ઓક્ટોબર રાત્રે 08:16 કલાકે
ગુજરાતી નવું વર્ષ (Gujarati New Year 2025)
22 ઓક્ટોબર, 2025 બુધવારના રોજ ગુજરાતી વિક્રમ સંવત 2082 (Gujarati Vikram Samvat 2082) ની શરૂઆત.
- કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો પ્રારંભ - 21 ઓક્ટોબર સાંજે 05:54 કલાકે
- કારતક માસની પ્રતિપદા તિથિ સમાપ્ત - 22 ઓક્ટોબર રાત્રે 08:16 કલાકે
ભાઈ બીજ 2025 તારીખ (Bhai Dooj 2025 Date)
દર વર્ષે કારતક શુક્લ દ્વિતિયા તિથિના રોજ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 23 ઓક્ટોબરે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવશે.
- કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વિતિયા તિથિનો પ્રારંભ - 22 ઓક્ટોબર રાત્રે 08:16 કલાકે
- કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ સમાપ્ત - 23 ઓક્ટોબર રાત્રે 10:46 કલાકે
દિવાળી 2025 ગુજરાતી કેલેન્ડર (Diwali 2025 Gujarati Calendar)
- ધનતેરસ – 18 ઓક્ટોબર, 2025 (શનિવાર)
- કાળી ચૌદસ – 19 ઓક્ટોબર, 2025 (રવિવાર)
- દિવાળી, લક્ષ્મી પૂજા – 20 ઓક્ટોબર, 2025 (સોમવાર)
- અન્નકૂટ પૂજા, ગોવર્ધન પૂજા, ગુજરાતી નવું વર્ષ – 22 ઓક્ટોબર, 2025 (બુધવાર)
- ભાઈ બીજ, ભૈયા દૂજ – 23 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)
