Chanakya Niti: આચાર્ય ચાણક્ય માત્ર એક મહાન અર્થશાસ્ત્રી જ નહતા, પરંતુ જીવનને ઊંડાણપૂર્વક સમજનારા વિદ્વાન હતા. ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
ચાણક્ય દ્વારા દર્શાવવામાં આવેલ નીતિ સુત્ર આજે પણ લોકોને ખરા અને ખોટાનું ભાન કરાવી રહ્યા છે. તેમણે પુરુષોને જીવનમાં સફળતા મેળવવા માટે કેટલીક એવી સ્ત્રીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. જે તેમના પરિવારને વિનાશ તરફ ધકેલી શકે છે. તો ચાલો જાણીએ, પુરુષોએ કેવી મહિલાઓથી દૂર રહેવું જોઈએ…
સ્વાર્થી અને લાલચી સ્ત્રી: જે સ્ત્રી માત્રને માત્ર પોતાના સ્વાર્થ ખાતર જ પુરુષની નિકટ આવે છે, તો તેમનાથી તરત જ અળગા થઈ જવું જોઈએ. એવી મહિલાઓ પોતાની ગરજ પતે તે સાથે જ સબંધ તોડતા સહેજ પણ વાર નહી લગાડે અને પુરુષના જીવનમાં અશાંતિનું કારણ બને છે. આવી સ્ત્રીઓ સાથે સબંધ ધરાવનાર વ્યક્તિ આખરે અધોગતિના માર્ગે જાય છે.
સંસ્કારહીન સ્ત્રી: આચાર્ય ચાણક્ય સ્ત્રીઓની સુંદરતા પર મોહી પડતા પુરુષોને સાવધાન કરતાં કહે છે કે, તનની સુંદરતા ક્ષણિક જ છે, પરંતુ સંસ્કાર જ વ્યક્તિના જીવનનો ખરો આધાર છે. જે સ્ત્રીઓમાં સંસ્કાર નથી હોતા, તે બીજાનું સન્માન અને આદરની દરકાર નથી કરતી. આવી સ્ત્રીઓ સાથે સબંધ રાખવાથી પુરુષની જ પ્રતિષ્ઠા ખરડાય છે અને તેની માનસિક શાંતિ પણ હણાઈ જાય છે.
ચારિત્ર્યહીન સ્ત્રી: જે સ્ત્રીઓ એક કરતાં વધુ પુરુષો સાથે સબંધ ધરાવતી હોય, તેવી સ્ત્રીઓ પુરુષ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આચાર્ય ચાણક્યએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આવી સ્ત્રીઓના ઘરે ભોજન કરવું પણ પાપ છે. આવી સ્ત્રીઓ સાથે સબંધ રાખનાર વ્યક્તિ આખી જિંદગી દુઃખ અને અપમાનનો સામનો કરે છે.
અભણ મહિલા: અજ્ઞાની અને અભણ મહિલાઓ સાથે પણ સબંધ રાખવાથી બચવું જોઈએ. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, તમારું જ્ઞાન જ જીવનની દિશા નક્કી કરે છે. જે સ્ત્રીઓ શિક્ષણ અને સમજથી વંચિત છે, તે પોતે પાછળ જ રહે છે. આ સાથે તે ક્યારેય પોતાના પરિવારને આગળ વધવા નથી દેતી.
કેવી મહિલાઓ સાથે સબંધ રાખવા?
ચાણક્યના જણાવ્યા પ્રમાણે, સંસ્કારી અને જ્ઞાની મહિલાઓ જ પુરુષોને સફળતા અને સ્થિરતા તરફ લઈ જઈ શકે છે. આવી સ્ત્રીઓ પરિવાર અને સમાજ બન્નેના વિકાસમાં યોગદાન આપે છે અને જીવનમાં સુખ અને સંતુલન લાવે છે. આવી સ્ત્રીઓ માત્ર એક જ નહીં, પરંતુ બે-બે કુળનું હિત કરે છે.
