Chanakya Niti: મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય એક કુશળ રાજકારણી હતા. તેમણે ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં જીવનની સમસ્યાઓ અને તેના નિવારણની સ્પષ્ટ સમજણ આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા તેનું પાલન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓથી બચી શકાય છે અને સફળ જીવન જીવી શકાય છે.
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમને ભૂલથી પણ કોઈ વાતની સલાહ ન આપવી જોઈએ. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, આવા લોકો સાચી વાતને પણ ખોટી માનીને ખોટા મતલબો કાઢે છે. આવા લોકોને સલાહ આપવી સંપૂર્ણપણે વ્યર્થ છે. જાણો કેવા લોકોને સલાહ આપવાનું ટાળવું જોઈએ.
- ખરાબ સ્વભાવ વાળો વ્યક્તિ
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, ખોટો સ્વભાવ રાખનાર વ્યક્તિ હંમેશા સારા વ્યક્તિને પોતાનો દુશ્મન માને છે. કારણ કે આવા લોકો હંમેશા ખોટું કરવાનું પ્રયત્ન કરે છે અને તેમની સામે સારું બોલનાર વ્યક્તિ પણ તેમણે ગમતો નથી તેઓ તેણે ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. આવા લોકોને ક્યારેય સલાહ ન આપવી જોઈએ. - લોભી વ્યક્તિ
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, ક્યારેય પણ કોઈ લોભી વ્યક્તિને સલાહ ન આપવી જોઈએ. કારણ કે આવા લોકો લોભ અને લાલચના મામલે ખોટો રસ્તો પસંદ કરે છે તેથી આવા લોકોને સલાહ આપવાનો અર્થ તેમની સાથે દુશ્મનીને આમંત્રણ આપવાનો હોય છે. - મૂર્ખ વ્યક્તિ
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, મૂર્ખ વ્યક્તિને ક્યારેય કોઈ સલાહ ન આપવી જોઈએ, કારણ કે મૂર્ખ વ્યક્તિને સલાહ આપવી એટલે પોતાને જ નુકસાન પહોંચાડવું જેવું છે. હંમેશા એવી વ્યક્તિને સલાહ આપવી જોઈએ જે તેનું ધ્યાન રાખે છે. - શંકા કરનાર
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ હંમેશા શંકા કરતો હોય તે વ્યક્તિથી હંમેશા અંતર રાખવું જોઈએ. આવા લોકોને સલાહ અથવા સમજાવવાની કોશિશ ન કરવી જોઈએ. કારણ કે આવા વ્યક્તિ તેમને સમજાવનારને પોતાનો દુશ્મન માની લે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો