Anant Chaturdashi 2026 Date: ગણેશ વિસર્જન અને વિષ્ણુ પૂજાનો પાવન અવસર; જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સનાતન ધર્મમાં અનંત ચતુર્દશીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષ 2026માં અનંત ચતુર્દશી ક્યારે છે અને ગણેશ વિસર્જન માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે, તે અંગેની વિગતવાર જાણકારી અહીં મેળવો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 20 Dec 2025 11:58 AM (IST)Updated: Sat 20 Dec 2025 11:58 AM (IST)
anant-chaturdashi-2026-date-and-time-puja-vidhi-tithi-story-significance-gujarati-calendar-658797

Anant Chaturdashi 2026 Date and Time: સનાતન ધર્મમાં અનંત ચતુર્દશીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે, સાથે જ તે દેશભરમાં ધામધૂમથી ઉજવાતા 10 દિવસીય ગણેશ ઉત્સવના સમાપનનું પણ પ્રતીક છે. વર્ષ 2026 માં અનંત ચતુર્દશી ક્યારે છે અને ગણેશ વિસર્જન માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે, તે અંગેની વિગતવાર જાણકારી અહીં મેળવો.

અનંત ચતુર્દશી 2026 તારીખ અને તિથિ

હિન્દુ પંચાંગ અનુસાર, ભાદરવા સુદ ચતુર્દશી તિથિનો પ્રારંભ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:18 વાગ્યે થશે અને તેની સમાપ્તિ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:06 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત ઉદયાતિથિના નિયમ મુજબ, અનંત ચતુર્દશીનો પર્વ 25 સપ્ટેમ્બર, 2026 ને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.

પૂજા માટેનો શુભ સમય

ભક્તો માટે આનંદના સમાચાર એ છે કે પૂજા માટેનો શુભ સમયગાળો ઘણો લાંબો છે. અનંત ચતુર્દશીના દિવસે પૂજા મુહૂર્ત સવારે 06:12 થી શરૂ થઈને રાત્રે 11:06 સુધી રહેશે. એટલે કે, ભક્તોને પૂજા-અર્ચના માટે કુલ 16 કલાક અને 55 મિનિટનો સમય મળશે.

ગણેશ વિસર્જનનું મહત્વ

ભાદરવા સુદ ચોથથી શરૂ થયેલો ગણેશ મહોત્સવ ચતુર્દશીના દિવસે પૂર્ણ થાય છે. આ દિવસે ભક્તો ભારે હૈયે વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપે છે. આ દિવસે વિધિવત પૂજા અને આરતી બાદ ગણેશજીની મૂર્તિનું જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે અને 'આવતા વર્ષે જલ્દી આવજો' તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

અનંત ચતુર્દશી પૂજા વિધિ

આ દિવસે ભગવાન વિષ્ણુ અને ગણેશજીની કૃપા મેળવવા માટે નીચે મુજબની વિધિ અનુસરી શકાય:

  • સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
  • ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી વ્રતનો સંકલ્પ લેવો.
  • બાજોઠ કે વેદી પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને કળશ સ્થાપન કરવું.
  • ભગવાનની ષોડશોપચાર પૂજા કરવી. જેમાં તેમને પીળા ફૂલ, ચંદન, અક્ષત, ધૂપ અને દીવો અર્પણ કરવા.
  • વિષ્ણુ મંત્રોનો જાપ કરવો અને અંતમાં આરતી કરવી.
  • ગણેશ વિસર્જન કરતા પહેલા ગણપતિ બાપ્પાની વિધિવત આરતી કરવી અને ત્યારબાદ મૂર્તિનું પવિત્ર જળમાં વિસર્જન કરવું.

અનંત ચતુર્દશી પૂજા મંત્ર

1. शांताकारम भुजङ्गशयनम पद्मनाभं सुरेशम।
विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम।
लक्ष्मी कान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म।
वन्दे विष्णुम भवभयहरं सर्व लोकेकनाथम।

2. दन्ताभये चक्रवरौ दधानं, कराग्रगं स्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जयालिङ्गितमाब्धि पुत्र्या-लक्ष्मी गणेशं कनकाभमीडे॥

    3. ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

    4. ॐ नमो ह्रीं श्रीं क्रीं श्रीं क्लीं क्लीं श्रीं लक्ष्मी मम गृहे धनं देही चिन्तां दूरं करोति स्वाहा ॥