Spiritual
Guru Gochar 2023: થોડા દિવસ પછી ગુરુ મહારાજ થવા જઇ રહ્યા છે અસ્ત, આ રાશિના જાતકો ખાસ સાચવે આ સમય
Guru Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં આવતા મહિને એટલે કે એપ્રિલ 2023માં ગ્રહોમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. ગુરુ મહારાજ પોતાની મીન રાશિ બદલી મેષ રાશિમાં ગોચર કરશે. તે પહલાં તેઓ 28 માર્ચથી અસ્ત થવાના છે. તેમનાં અસ્ત થવાની સાથે કેટલીક રાશિઓને સંકટનો સમય શરુ થશે. પૃથ્વી પર પણ કોઈ કુદરતી આફત આવવાની સંભાવનાઓ છે.
મેષ રાશિ
ગુરુ ગ્રહ તમારી રાશિથી 12માં સ્થાનમાં અસ્ત થવાના છે. જેના કારણે મેષ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભાગ્ય તમને સાથ નહીં આપે. ચાલી રહેલા કામ અટકી શકે છે. પરિવારમાં મતભેદ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. માનસિક તણાવ ન લેવો.
સિંહ રાશિ
આ રાશિના 8મા ઘરમાં ગુરુ ગ્રહ અસ્ત થઈ રહ્યાં છે. જેના કારણે આ રાશિના લોકોને બીમારીઓનો સામનો કરવો પડશે. આ સાથે તેમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ જશે. તેમને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો.
કુંભ રાશિ
દેવ ગુરુ તમારા બીજા સ્થાનમાં અસ્ત થવા જઈ રહ્યાં છે. આ સ્થાન પરિવાર અને વાણીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષોના મતે ગુરુની અસ્ત થવાને કારણે આ રાશિના લોકોના ઘરમાં પરેશાનીઓ વધશે અને વાણી પર નિયંત્રણ ઓછું રહેશે. તેથી ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો અને બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળો.
disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.