Laxmi (Lakshmi) Aarti Lyrics in Gujarati PDF Download: આ વર્ષે 8 નવેમ્બર, 2026ના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. દિવાળીના પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળે છે. લોકો પોતાના ઘરોને દીવડાં, રંગોળી અને રોશનીથી શણગારે છે. સાંજના સમયે શુભ મુહૂર્તમાં લક્ષ્મી-ગણેશ પૂજન કરવામાં આવે છે.
હિન્દુ પરંપરામાં દરેક દેવી-દેવતાની પૂજા પછી તેમની વિશેષ આરતી ગાવાનું મહત્વ છે. તેવી જ રીતે માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ તેમની આરતી કરવી શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે માતા લક્ષ્મીની ભક્તિ અને આરાધનાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
દિવાળીના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા પૂર્ણ થયા પછી પરિવારના સભ્યોએ સાથે મળીને લક્ષ્મીજીની આરતી કરવી જોઈએ. આ પ્રસંગે ભક્તિભાવથી આરતી ગાવામાં આવે છે અને માતા લક્ષ્મી પાસે પરિવારની સુખ-શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
શ્રી મહાલક્ષ્મી માતાની આરતી
ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા ।
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
ઉમા રમા બ્રહ્માણી, તુમ હી જગ માતા ।
સૂર્ય ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપત્તિ દાતા ।
જો કોઈ તુમકો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
તુમ પાતાલ નિવાસિનિ, તુમ હી શુભદાતા ।
કર્મ પ્રભાવ પ્રકાશિનિ, ભવ નિધિ કી ત્રાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
જિસ ઘર મેં તુમ રહતી, સબ સદ્દગુણ આતા ।
સબ સંભવ હો જાતા, મન નહીં ઘભરાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન કોઈ પાતા ।
ખાન પાન કા વૈભવ, સબ તુમસે આતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
શુભ ગુણ મંદિર સુંદર, ક્ષીરોદધિ જાતા ।
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઈ નહીં પાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઈ નર ગાતા ।
ઉર આનંદ સમાતા, પાપ ઉતર જાતા ॥ ૐ જય લક્ષ્મી માતા...
