Love Rashifal 7 November 2026: કન્યાના જાતકો પાર્ટનર સાથે ફરવા જઈ શકે, જાણો તમારી લવ લાઈફમાં આજે પ્રેમ ખીલશે કે વિવાદ વધશે?

આજનું લવ રાશિફળ 7 નવેમ્બર 2026 મેષથી મીન રાશિ સુધીના જાતકો માટે પ્રેમ સંબંધોની આગાહી કરે છે. કેટલીક રાશિઓ માટે રોમેન્ટિક ક્ષણો છે, જ્યારે વૃષભ અને મીન રાશિના જાતકોને પાર્ટનરની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Nov 2026 12:00 AM (IST)Updated: Sat, 07 Nov 2026 12:00 AM (IST)
love-rashifal-7-november-2026-virgo-couples-may-plan-romantic-outing-check-love-life-predictions-for-your-zodiac-signs

Love Horoscope Today in Gujarati (આજનું લવ રાશિફળ): આજે 7 નવેમ્બર કેટલીક રાશિઓ માટે ગાઢ પ્રેમ સબંધ અને રોમેન્ટિક ક્ષણનો સંકેત આપી રહ્યું છે, તો વૃષભ અને મીન જેવી રાશિના જાતકોને આજે પાર્ટનરની નારાજગી પરેશાન કરી મૂકશે. તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત આચાર્ય પાસેથી મેષથી માંડીન મીન રાશિ સુધીના તમામ જાતકોનું લવ રાશિફળ જાણીએ...


મેષ (Aries)

આજે પાર્ટનર સાથે તમારો દિવસ સારો રહેશે. તમારા બંને વચ્ચે ઉત્તમ તાલમેલ જોવા મળશે અને લોકો તમારી જોડીને પસંદ કરશે. આજે તમે બંને કોઈ મોટા ફંક્શનમાં હાજરી આપી શકો છો. આજે તમારો પાર્ટનર તમને ઈમ્પ્રેસ કરવા માટે કોઈ મોટું સરપ્રાઈઝ ઉપહાર (ગિફ્ટ) આપી શકે છે.

વૃષભ (Taurus)

આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. ઘણા સમયથી કેટલીક વાતોને લઈને તમારો સાથી પરેશાન છે, આજે તેઓ પોતાની પરેશાની તમારી સમક્ષ વ્યક્ત કરી શકે છે. આવી સ્થિતિમાં તેમને સહયોગ ન આપવો એ તેમની નારાજગીનું કારણ બની શકે છે, તેથી તેમના મનની વાત સમજીને સાથ આપવો.

મિથુન (Gemini)

લવ પાર્ટનર સાથે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારા બંને વચ્ચેના જૂના મતભેદો સમાપ્ત થશે. આજે પરિવાર સાથે ઘરે સમય વિતશે અને ઘરના કામકાજમાં તમે એકબીજાની મદદ કરશો. આજે તમારો પાર્ટનર તમારી સાથે ખૂબ જ ખુશ જણાશે.

કર્ક (Cancer)

આજે તમારા પાર્ટનર અને પરિવાર વચ્ચે કેટલીક બાબતોને લઈને ઝઘડો થઈ શકે છે, જેના કારણે તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. પાર્ટનર અને પરિવાર વચ્ચે તાલમેલ સાધવો આજે થોડો મુશ્કેલ બનશે, છતાં પણ તમે પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરવામાં સફળ રહેશો.

સિંહ (Leo)

પોતાના પાર્ટનર સાથે આજનો દિવસ વિવાદોથી ભરેલો રહી શકે છે. કેટલીક મહત્વપૂર્ણ બાબતોને લઈને પાર્ટનર સાથે બોલાચાલી થઈ શકે છે. ઘણા સમયથી તમારો સાથી કોઈ વાત તમારાથી છુપાવી રહ્યો હતો, જે વાત સામે આવતા તમારા બંને વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે.

કન્યા (Virgo)

પાર્ટનર સાથે આજનો દિવસ સારો વિતશે. આજે તમે બંને ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. લાંબા સમય પછી પાર્ટનર સાથે આનંદ-પ્રમોદ અને મૌજ-મસ્તી સાથે આખો દિવસ પસાર થશે. આજે તમારો લવ પાર્ટનર તમને કોઈ મોટી ખુશખબરી પણ સંભળાવી શકે છે.

તુલા (Libra)

લવ પાર્ટનર સાથે આજે તમારા જૂના વિવાદોનો અંત આવશે. તમારા બંને વચ્ચે પરસ્પર સુમેળ વધશે. ઘરના કામકાજમાં એકબીજાને મદદ કરશો અને આજે તમારો પાર્ટનર તમારા દરેક કામમાં સાથ આપશે. આર્થિક દ્રષ્ટિએ પણ આજે પાર્ટનર તરફથી તમને મોટો સહયોગ મળશે.

વૃશ્ચિક (Scorpio)

લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. કેટલીક બાબતોને લઈને નાની-મોટી બોલાચાલી કે મતભેદ થઈ શકે છે, પરંતુ તેમ છતાં તમારા બંને વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. આજે તમારો પાર્ટનર તમને કોઈ ગુડ ન્યૂઝ આપી શકે છે અને આ દિવસ તમારા માટે ખાસ રહેશે.

ધન (Sagittarius)

આજે કૌટુંબિક સભ્યો દ્વારા તમારા અને તમારા પાર્ટનર વચ્ચેના સંબંધોમાં મતભેદ ઊભા કરવાનો પ્રયાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ખાસ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. પોતાના પાર્ટનર સાથે બેસીને દરેક વિષય પર ખુલ્લીને વાતચીત કરી લેવી હિતાવહ છે, જેથી સંબંધોમાં કડવાશ ન આવે.

મકર (Capricorn)

લવ પાર્ટનર સાથે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેશે. આજે તમે બંને જૂના મતભેદો ભૂલીને ફરી એક સાથે આવી શકો છો. આજે તમારો પાર્ટનર પોતાની ભૂલ સ્વીકારીને તમારી પાસે માફી પણ માંગી શકે છે, તેથી જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરવી તમારા માટે સારું રહેશે.

કુંભ (Aquarius)

લવ પાર્ટનર સાથે આજનો દિવસ વિવાદોથી ભરેલો રહી શકે છે. આજે તમારે પોતાની વાણી પર સંયમ રાખવો પડશે, નહીંતર ઝઘડો વધી શકે છે. પાર્ટનરના આત્મસન્માનનું ધ્યાન રાખવું અને કોઈ પણ અંગત બાબતને સામાજિક રીતે જાહેર ન કરવી, નહીંતર સંબંધો વધુ બગડી શકે છે.

મીન (Pisces)

આજે તમારો પાર્ટનર તમારાથી થોડો નારાજ થઈ શકે છે. ઘરની કેટલીક બાબતોને લઈને પરસ્પર મતભેદ વધી શકે છે. છતાં પણ તમારો સાથી તમારા કામમાં મદદ કરશે. ઘરકામમાં તમારા પાર્ટનરને તમારા સાથની જરૂર છે, તેથી તેમના મનની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.