Karwa Chauth 2026 City-Wise Moonrise Timings: કરવા ચોથના દિવસે ચંદ્ર દર્શન માટે વ્રત રાખતી સૌભાગ્યવતી સ્ત્રીઓમાં ભારે ઉત્સુકતા હોય છે. વ્રત પૂરું કરવા માટે ચાંદ નીકળવાનો સમય અને ચંદ્ર દર્શન અનિવાર્ય માનવામાં આવે છે. આ વર્ષે હવામાનના ફેરફાર અને વાદળછાયા વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં ચંદ્ર દર્શન માટે થોડી રાહ જોવી પડી શકે છે.
અહીં જાણો તમારા શહેરમાં ચંદ્ર ક્યારે દેખાશે, પૂજાનું શુભ મુહૂર્ત અને વ્રત ખોલવાની સાચી રીત.
કરવા ચોથ 2026: તિથિ અને ચંદ્રોદયનો સમય
હિંદુ પંચાંગ અનુસાર, આસો (કાર્તિક) મહિનાના કૃષ્ણ પક્ષની ચોથ (ચતુર્થી) તિથિએ કરવા ચોથ ઉજવવામાં આવે છે.
તિથિ પ્રારંભ: 29 ઓક્ટોબર 2026, મોડી રાત્રે 01:06 વાગ્યે
તિથિ સમાપ્તિ: 29 ઓક્ટોબર 2026, રાત્રે 10:09 વાગ્યે
તહેવારની તારીખ: 29 ઓક્ટોબર 2026 (ગુરુવાર)
દિલ્હીમાં ચંદ્રોદય: રાત્રે આશરે 08:17 વાગ્યે
નોંધ: હવામાન અને ભૌગોલિક સ્થાનના આધારે અલગ-અલગ શહેરોમાં ચંદ્ર ઊગવાના સમયમાં થોડો તફાવત હોઈ શકે છે.
ગુજરાત અને ભારતના મુખ્ય શહેરોમાં ચાંદ નીકળવાનો સમય
| શહેર | ચંદ્રોદયનો સમય (અંદાજિત) |
| અમદાવાદ | રાત્રે 08:52 વાગ્યે |
| વડોદરા | રાત્રે 08:51 વાગ્યે |
| રાજકોટ | રાત્રે 09:01 વાગ્યે |
| શહેર | ચંદ્રોદયનો સમય (અંદાજિત) |
| દિલ્હી | રાત્રે 08:17 વાગ્યે |
| મુંબઈ | રાત્રે 09:00 વાગ્યે |
| જયપુર | રાત્રે 08:28 વાગ્યે |
| ઇન્દોર | રાત્રે 08:39 વાગ્યે |
| ભોપાલ | રાત્રે 08:31 વાગ્યે |
| લખનઉ | રાત્રે 08:06 વાગ્યે |
| કોલકાતા | રાત્રે 07:47 વાગ્યે |
| પુણે | રાત્રે 08:58 વાગ્યે |
| ચંડીગઢ | રાત્રે 08:12 વાગ્યે |
| બેંગલુરુ | રાત્રે 08:55 વાગ્યે |
વાચકોની સરળતા માટે ભારતના અને ગુજરાતના મુખ્ય શહેરોમાં ચંદ્રોદયનો અંદાજિત સમય નીચે મુજબ છે-
કરવા ચોથ પૂજા વિધિ અને કથા સાંભળવાનું મહત્વ
સર્ગી (Sargi): વ્રતના દિવસે સૂર્યોદય પહેલાં સાસુ દ્વારા વહુને 'સર્ગી' આપવામાં આવે છે, જેમાં ફળ, મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સ હોય છે. તેનું સેવન કરીને વ્રતનો સંકલ્પ લેવાય છે.
સાંજની પૂજા: સાંજે પૂજાના શુભ મુહૂર્તમાં (05:38 થી 06:56) મહિલાઓ સોળ શ્રૃંગાર સજીને એકત્રિત થાય છે.
દેવ આરાધના: પૂજાના સ્થાન પર ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કરવા માતાની સ્થાપના કરીને ધૂપ, દીપ, રોલી, ચોખા અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે.
વ્રત કથા: પૂજા દરમિયાન કરવા ચોથની પૌરાણિક વ્રત કથા સાંભળવામાં આવે છે અને એકબીજા સાથે કરવા (માટીના વાસણ)ની અદલા-બદલી કરવામાં આવે છે.
ચંદ્ર દર્શન અને અર્ઘ્ય આપવાની સાચી રીત
છાલણીથી દર્શન: રાત્રે ચાંદ નીકળ્યા પછી મહિલાઓ બળતા દીવા સાથેની છાલણી (ચાળણી) માંથી પહેલાં ચંદ્રદેવના દર્શન કરવામાં આવે છે.
પતિનો ચહેરો જોવો: ચંદ્ર દર્શન કર્યા બાદ તે જ છાલણીમાંથી પતિનો ચહેરો જોવાની પરંપરા છે.
અર્ઘ્ય અર્પણ: ત્યારબાદ લોટામાં જળ, દૂધ અને અક્ષત (ચોખા) ઉમેરીને ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે અને દીર્ઘાયુ તથા સુખી દામ્પત્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.
વ્રત પારણા: અંતમાં પતિ પોતાના હાથે પત્નીને જળ પીવડાવીને અને મીઠાઈ ખવડાવીને વ્રત ખોલાવે છે.
વ્રત પારણ સમયે શું ધ્યાન રાખવું?
સાત્વિક ખોરાક: વ્રત ખોલ્યા બાદ તરત જ વધુ પડતું મસાલેદાર, તળેલું કે તામસિક ભોજન ન લેવું જોઈએ.
હળવો આહાર: શરૂઆતમાં પાણી, તાજા ફળોનો રસ અથવા સાત્વિક ભોજન (જેમ કે ખીર, હલવો કે સાદો ખોરાક) લેવો સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી પંચાંગ અને સ્થાનિક માન્યતાઓ પર આધારિત છે. ચંદ્ર દર્શનનો ચોક્કસ સમય જાણવા માટે સ્થાનિક પંચાંગ અથવા જ્યોતિષીની સલાહ લેવી.
