Karwa Chauth 2026 Moonrise Time Ahmedabad: કરવા ચોથનું વ્રત આજે, 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે વ્રત રાખે છે. વ્રતની પૂજા કર્યા બાદ મહિલાઓ ચંદ્રદર્શન કરીને અર્ઘ્ય આપે છે અને ત્યારબાદ ઉપવાસ પૂર્ણ કરે છે. જો તમે અમદાવાદમાં કરવા ચોથનું વ્રત રાખ્યું છે, તો અહીં જાણો ચાંદ નીકળવાનો સમય, પૂજાનું શુભ મુહૂર્ત અને ગુજરાતનાં અન્ય શહેરોમાં ચંદ્રદર્શનનો અંદાજિત સમય.
કરવા ચોથ 2026: અમદાવાદમાં ચંદ્રોદયનો સમય
ગુજરાતી પંચાંગ અનુસાર, અમદાવાદમાં આજે કરવા ચોથના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 8:52 વાગ્યે છે.
તહેવારની તારીખ: 29 ઓક્ટોબર 2026, ગુરુવાર
અમદાવાદમાં ચંદ્રોદય: રાત્રે 8:52 વાગ્યે
ચતુર્થી તિથિનો પ્રારંભ: 29 ઓક્ટોબરે મોડી રાત્રે 1:06 વાગ્યે
ચતુર્થી તિથિની સમાપ્તિ: 29 ઓક્ટોબરે રાત્રે 10:09 વાગ્યે
કરવા ચોથ 2026 પૂજાનું શુભ મુહૂર્ત
ગુજરાતી પંચાંગ અનુસાર, કરવા ચોથના દિવસે પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે 6:04થી 7:20 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કરવા માતાની પૂજા કરી શકે છે. પૂજા દરમિયાન વ્રતની કથા સાંભળવાની પણ પરંપરા છે.
ગુજરાતનાં મુખ્ય શહેરોમાં ચંદ્રદર્શનનો સમય
કરવા ચોથના દિવસે ચંદ્રોદયનો સમય દરેક શહેરમાં અલગ હોઈ શકે છે. ગુજરાતનાં મુખ્ય શહેરોમાં ચંદ્રદર્શનનો અંદાજિત સમય આ પ્રમાણે છે.
અમદાવાદમાં રાત્રે 8:52 વાગ્યે ચંદ્રોદય થશે.
વડોદરામાં રાત્રે 8:51 વાગ્યે ચંદ્ર દેખાવાની શક્યતા
સુરતમાં રાત્રે 8:55 વાગ્યે ચંદ્રદર્શનનો સમય છે.
રાજકોટમાં રાત્રે 09:01 વાગ્યે ચંદ્રદર્શન થશે.
ભારતના મુખ્ય શહેરોમાં ચાંદ નીકળવાનો સમય
શહેર | ચંદ્રોદયનો સમય (અંદાજિત) |
|---|---|
દિલ્હી | રાત્રે 08:17 વાગ્યે |
મુંબઈ | રાત્રે 09:00 વાગ્યે |
જયપુર | રાત્રે 08:28 વાગ્યે |
ઇન્દોર | રાત્રે 08:39 વાગ્યે |
ભોપાલ | રાત્રે 08:31 વાગ્યે |
લખનઉ | રાત્રે 08:06 વાગ્યે |
કોલકાતા | રાત્રે 07:47 વાગ્યે |
પુણે | રાત્રે 08:58 વાગ્યે |
ચંડીગઢ | રાત્રે 08:12 વાગ્યે |
બેંગલુરુ | રાત્રે 08:55 વાગ્યે |
Disclaimer: આ લેખમાં આપેલી ધાર્મિક માહિતી અને મુહૂર્ત પંચાંગ પર આધારિત છે. શહેર અને સ્થાનિક ગણતરી પ્રમાણે સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે. પૂજા કરતાં પહેલાં સ્થાનિક પંચાંગનો સંદર્ભ લેવો.
