ધર્મ ડેસ્કઃ હાથીને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુભ ચિન્હ તરીકે હિન્દુ ધર્મમાં હાથી પણ પૂજનિય છે. એવામાં જો સપનામાં હાથી જોવા મળે તો સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સપનામાં હાથી દેખાવાનો શું અર્થ છે. તે અંગે અમે તમને જણાવીએ.
સપનામાં કાળો હાથી દેખાવાનો અર્થ
સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને સપનામાં કાળા રંગનો હાથી દેખાય તો તેણે સંભાળીને રહેવું જોઈએ. સપનામાં કાળો હાથી દેખાવાથી મુશ્કેલીમાં થઈ શકે છે.
સપનામાં સફેદ હાથી દેખાવાનો અર્થ
સ્વપ્ન શાસ્ત્ર મુજબ, જો તમને સપનામાં સફેદ હાથી દેખાય તો તેનો અર્થ ખૂબ જ શુભ સંકેતનો છે. આ સપનું તમારા જીવનમાં ઘણી ખુશી લઈને આવશે. એટલું જ નહીં આવું સપનું આવવાથી તમને ખૂબ જ જલદી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
ગર્ભવતી સ્ત્રીના સપનામાં હાથી આવનાનો અર્થ
જો કોઈ ગર્ભવતી સ્ત્રીના સપનામાં હાથી જોવા મળે તો તે ખૂબ જ સારો સંકેત છે. તેનો અર્થ છે કે, તમને ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થશે. આ સાથે જ આ રીતનું સપનુ સંતાનની તીવ્ર બુદ્ધિવાળા હોવાના યોગ પણ દર્શાવે છે.
સપનામાં હાથીના ઝૂંડ દેખાવવાનો અર્થ
જો કોઈ વ્યક્તિને સપનામાં હાથિનું ઝૂંડ દેખાય તો તેનો અર્થ છએ કે, તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલદી સુધારો થવાનો છે. આવા સપનાથઈ ધનની વૃદ્ધનો પણ સંકેત આપે છે.
જો તમને એવું સપનું દેખાય કે કોઈ હાથી તમારા પર હુમલો કરે છે તો તેનો અર્થ છે કે, તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમે સપનામાં હાથીથી ડરો છો તો તેનો એવો અર્થ થાય છે કે, તમારા જીવનમાં આવતી મુશ્કેલી દૂર થશે અને તમે આગળ વધશો.