New Year 2026 Rashifal: લોકો દર વર્ષે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે અને દરેક વ્યક્તિ નવું વર્ષ વધુ સારું અને સુખદ રહે તેવી અપેક્ષા રાખે છે. વર્ષ 2026 માં જાન્યુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે જાન્યુઆરીમાં માત્ર 5 દિવસની અંદર જ એટલે કે 13 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી 4 મોટા ગ્રહોનું ગોચર થશે. આ ગ્રહોના ગોચરથી વિવિધ રાશિઓ પર પ્રભાવ પડશે અને જાતકોના કર્મોના ફળ તેમજ રાશિ મુજબ તેમને ભાગ્યનો સાથ મળશે.
શુક્ર ગોચર - 13 જાન્યુઆરી, 2026
જાન્યુઆરી મહિનામાં ગ્રહોના પરિવર્તનની શરૂઆત શુક્ર ગ્રહથી થશે. 13 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 4:02 કલાકે શુક્ર ગ્રહ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ગોચર અને મકર સંક્રાંતિ - 14 જાન્યુઆરી, 2026
સૂર્ય દેવનું મકર રાશિમાં ભ્રમણ 14 જાન્યુઆરીના રોજ બપોરે 3:13 કલાકે થશે, જેને આપણે 'મકર સંક્રાંતિ' તરીકે ઉજવીએ છીએ. સૂર્યના આ ગોચરથી અનેક રાશિના જાતકોને લાભ થશે અને ખાસ કરીને નોકરીમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે.
મંગળ ગોચર - 16 જાન્યુઆરી, 2026
મંગળ ગ્રહ 16 જાન્યુઆરીના રોજ સવારે 4:36 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહ 22 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં બિરાજમાન રહેશે અને ત્યારબાદ કુંભ રાશિમાં ગોચર કરશે. મંગળના આ પ્રભાવથી જાતકોને જીવનમાં મનગમતી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
બુધ ગોચર - 17 જાન્યુઆરી, 2026
છેલ્લે બુધ ગ્રહ 17 જાન્યુઆરીશનિવારના રોજ સવારે 10:27 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. બુધના મકરમાં પ્રવેશવાથી ઘણી રાશિઓ પર તેની અસર જોવા મળશે, જેના સકારાત્મક પ્રભાવને કારણે વેપાર-ધંધામાં મોટો લાભ થવાની સંભાવના છે.
