Love Rashifal 2 November 2026 in Gujarati (લવ રાશિફળ): આજે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર તમામ 12 રાશિઓ માટે પ્રેમ અને સબંધોની દ્રષ્ટિએ અલગ-અલગ અનુભવ લઈને આવી રહ્યો છે.
કેટલીક રાશિના જાતકોના સબંધો વધુ ગાઢ બનશે અને પાર્ટનર કે જીવનસાથી સાથે સારો સમય વીતાવવાની તક મળી શકે છે. જ્યારે કેટલીક રાશિના જાતકોને સબંધોમાં ગેરસમજ ટાળવાની તેમજ વાણી પર સંયમ જાળવવાની જરૂર છે. તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણીએ મેષથી માંડીને મીન રાશિઓ માટે આજનું લવ રાશિફળ અને તમારો દિવસ પ્રેમ સબંધોની દ્રષ્ટિએ કેવો રહેશે ?
મેષ (Aries)
પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર લાંબી યાત્રા પર જઈ શકો છો. પોતાના પાર્ટનર સાથે આજનો દિવસ તમે એન્જોય કરશો અને પરિવારના લોકોનો સપોર્ટ મળશે.
વૃષભ (Taurus)
આજનો દિવસ તમારો સારો છે. પોતાના પાર્ટનર સાથે જૂના વિવાદો પૂરા થશે. આજે તમારો પાર્ટનર અને તમે સાથે સમય વિતાવશો. ઘરેલુ બાબતોને લઈને પરસ્પર ચર્ચા અને સંમતિ બની શકે છે. આજે પોતાના પાર્ટનરનો પ્રેમ તમને અનુભવાશે.
મિથુન (Gemini)
આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે ઘરનું કામકાજ ખોરવાઈ શકે છે. તમારો પાર્ટનર કેટલીક વાતોને લઈને પરેશાન છે, તેમને તમારા સહયોગની જરૂર છે. પોતાના પાર્ટનર સાથે ખુલીને વાતચીત કરો અને તેમની તકલીફ સમજવાનો પ્રયાસ કરો.
કર્ક (Cancer)
આજે તમારા લવ પાર્ટનર સાથે મતભેદ રહેશે. કેટલીક ઘરેલુ વાતોને લઈને તમારા બંને વચ્ચે તણાવ વધી શકે છે. એવામાં પાર્ટનર સાથે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક સંબંધો બગાડી શકે છે. સારું રહેશે કે પોતાના પાર્ટનર સાથે બેસીને ખુલીને વાતચીત કરો.
સિંહ (Leo)
આજનો દિવસ લવ પાર્ટનર સાથે તમારો સારો રહેશે. આજે કોઈ મોટા કામને લઈને તમારી યોજનામાં પાર્ટનરનો સહયોગ મળશે. આર્થિક દ્રષ્ટિએ પણ આજે તમારો પાર્ટનર સહયોગ આપશે, જેના કારણે તમારું મહત્વપૂર્ણ કામ પૂરું થશે.
કન્યા (Virgo)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો છે. આજે તમે બંને ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. હવામાનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. જોકે આજે તમારો પાર્ટનર તમારી પાસે ખર્ચ કરાવી શકે છે. આજે તમારો પાર્ટનર મોટી શોપિંગ વગેરે કરી શકે છે, જેના કારણે તમારા ખિસ્સા પર અસર પડશે.
તુલા (Libra)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે ઘરેલુ કામોમાં તમે એકબીજાને સહયોગ કરશો. જૂની વાતો ભૂલીને ફરી એકવાર તમે બંને સાથે આવવાના છો. આજે તમારો પાર્ટનર પણ પોતાની જૂની ભૂલો માટે તમારી પાસે માફી માગી શકે છે.
વૃશ્ચિક (Scorpio)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે તમારા બંને વચ્ચે સંબંધો મજબૂત થશે. આજે તમારો પાર્ટનર ખુલીને પોતાના પ્રેમનો ઈઝહાર તમારી પાસે કરી શકે છે. આજે તમારા બંને વચ્ચે તાલમેલ સારો રહેશે અને પરિવારના લોકોનો સપોર્ટ મળશે.
ધન (Sagittarius)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો છે. જોકે આજે તમારે પોતાના પાર્ટનર સાથે કોઈપણ પ્રકારનો પ્રેન્ક કે મજાક કરવો ભારે પડી શકે છે. પોતાના પાર્ટનરના સ્વભાવને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવો. જોકે આજે તમારો પાર્ટનર તમારા પ્રત્યે સમર્પિત જોવા મળશે.
મકર (Capricorn)
આજે લવ પાર્ટનર સાથે તમારા ઘરેલુ વિવાદો વધી શકે છે. કેટલીક વાતોને લઈને તમારા અને પાર્ટનર વચ્ચે ચાલતો મતભેદ વધુ વધી શકે છે. ઘરેલુ વાતોમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરવો, તેનાથી તમારો પાર્ટનર ભડકી શકે છે અને સંબંધોમાં પરેશાની આવી શકે છે.
કુંભ (Aquarius)
લવ પાર્ટનર પર આજે વધુ પડતો વિશ્વાસ કરવો તમને ભારે નુકસાનમાં મૂકી શકે છે. ઘણા સમયથી તમારો પાર્ટનર કેટલીક વાતો તમારાથી છુપાવી રહ્યો છે. એવામાં કેટલીક વાતો જાહેર થતાં આજે તમારા સંબંધોમાં પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. પોતાના પાર્ટનરના વર્તનને સમજવાનો પ્રયાસ કરવો.
મીન (Pisces)
આજે લવ પાર્ટનર સાથે જૂના વિવાદો પૂરા થશે. ઘરેલુ વાતોને લઈને ચાલતો ઝઘડો પૂરો થશે. આજે તમારો પાર્ટનર અને તમે સાથે સમય વિતાવશો. ઘરમાં સ્વાદિષ્ટ ભોજનનો આજે આનંદ લેશો. આજે તમારો પાર્ટનર તમારા પ્રત્યે સમર્પિત રહેશે. પ્રેમ સંબંધો માટે સમય સાનુકૂળ છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
