Love Rashifal 31 October 2026: વૃષભ જાતકોના પાર્ટનર સાથેના સબંધો વણસી શકે છે, જાણો તમારી રાશિ માટે પ્રેમ સબંધોમાં કેવો રહેશે આજનો દિવસ?

આજે 31 ઓક્ટોબર 2026 ના રોજ 12 રાશિઓ માટે પ્રેમ રાશિફળ રજૂ કરવામાં આવ્યું છે. જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કઈ રાશિના સંબંધો ગાઢ બનશે અને કોને મતભેદોનો સામનો કરવો પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 12:00 AM (IST)Updated: Sat, 31 Oct 2026 12:00 AM (IST)
daily-love-horoscope-31-october-2026-taurus-relationship-at-risk-today-check-your-love-compatibility

Love Rashifal 31 October 2026 in Gujarati (લવ રાશિફળ): આજે 31 ઓક્ટોબર શનિવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે પ્રેમ સબંધની દ્રષ્ટિએ અલગ-અલગ રહેવાનો છે. કોઈ રાશિના સબંધો વધુ ગાઢ બનશે, તો કેટલાક જાતકોને પાર્ટનર સાથે મતભેદો ઉભા થઈ શકે છે. એવામાં ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણીએ તમારી લવ લાઈફ માટે આજનો દિવસ કેવો રહેશે?

Love Horoscope Today in Gujarati (આજનું લવ રાશિફળ):

મેષ (Aries)

પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આજે તમારો પાર્ટનર ખુલ્લીને તમારી સાથે દિવસને એન્જોય કરવાનો છે. આ સાથે જ તમારા બંને વચ્ચે કેમિસ્ટ્રી ઉત્તમ જામશે.

વૃષભ (Taurus)

આજે તમારો પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. ઘરેલુ વાતોને લઈને પાર્ટનરનું અપમાન કરવું આજે તમારા માટે મુસીબતભર્યું સાબિત થઈ શકે છે. આજે પોતાના પાર્ટનર સાથે ગેરવર્તણૂક તમારા સંબંધોને વધુ બગાડી શકે છે, તેથી પોતાની વાણી પર કાબૂ રાખવો.

મિથુન (Gemini)

આજનો દિવસ તમારા માટે સારો છે. આજે તમારો પાર્ટનર તમને કોઈ મોટા શુભ સમાચાર આપવાનો છે. આજે તમારા બંને વચ્ચે સંબંધોમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ પૂરા થશે. ઘરમાં કોઈ નવા મહેમાનના આવવાના સમાચાર મળી શકે છે, જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

કર્ક (Cancer)

આજે પોતાના પાર્ટનર સાથે તમે ક્યાંક લાંબી યાત્રા પર જઈ શકો છો. આજે તમારા બંને વચ્ચેના જૂના વિવાદો પૂરા થશે. સાથે જ આજે તમે બંને ઘરેલુ કામકાજમાં એકબીજાને સહયોગ આપશો. લાંબી યાત્રાનો આનંદ આજે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

સિંહ (Leo)

પોતાના પાર્ટનર સાથે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આજે કોઈ વાતને લઈને તમારા બંને વચ્ચે મતભેદની સ્થિતિ બની શકે છે. એવામાં એકબીજા પ્રત્યેના વ્યવહારમાં ઉતાર-ચઢાવ લાવવો સંબંધોને બગાડી શકે છે, માટે વાણી પર સંયમ રાખો અને વિવાદોથી દૂર રહો.

કન્યા (Virgo)

પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. ઘરેલુ વિવાદોને ભૂલીને આજે તમે બંને સાથે આવવાના છો. આજના દિવસને તમે બંને ખૂબ એન્જોય કરશો.

તુલા (Libra)

આજે તમારો લવ પાર્ટનર તમારો લાઈફ પાર્ટનર બની શકે છે. તમારા બંને વચ્ચે સંબંધોમાં ચાલી રહ્યો ઉતાર-ચઢાવ પૂરો થશે. આજે તમે બંને ક્યાંક બહાર નવું ઘર  ખરીદી શકો છો. તમારો સાથી પોતાનું ઘર મેળવીને આજે ખૂબ ખુશ જોવા મળશે.

વૃશ્ચિક (Scorpio)

પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે તમે બંને પોતાના ઘરેલુ કામકાજમાં એકબીજાને સહયોગ કરશો. આજે તમારો પાર્ટનર તમારી પાસે કોઈ મોટી મદદ માંગી શકે છે, એવામાં તેમને સહયોગ કરવો તમારા માટે સારો રહેશે અને સંબંધોમાં લાભ મળશે.

ધન (Sagittarius)

પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે તમારી અને તમારા પાર્ટનર વચ્ચેના જૂના વિવાદો પૂરા થશે અને એક નવી શરૂઆત કરી શકશો. પરિવાર સાથે દિવસ સારો રહેશે, સંબંધોનો ઉતાર-ચઢાવ પૂરો થશે અને આજે ઘરે રહીને જ દિવસને એન્જોય કરશો.

મકર (Capricorn)

આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. એવામાં તેમને મનાવવા માટે આજે તમારે ઘણી મહેનત કરવી પડી શકે છે. ઘરમાં કોઈ ત્રીજી વ્યક્તિનો સહયોગ લઈને તમે તેમને મનાવી શકો છો. આજે પોતાના પાર્ટનરને કોઈ સુંદર ગિફ્ટ કે ભેટ પણ આપી શકો છો.

કુંભ (Aquarius)

આજે પોતાના પાર્ટનર સાથે તમારો વિવાદ વધી શકે છે. પાર્ટનર સાથે કોઈ વાતને લઈને ઝઘડાની સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારનું ખોટું વર્તન તમારા સંબંધને બગાડી શકે છે, માટે સારું રહેશે કે કેટલીક વાતોને ઈગ્નોર કરો અને પાર્ટનર સાથે શાંતિથી વાતચીત કરો.

મીન (Pisces)

તમારો લવ પાર્ટનર આજે તમારો લાઈફ પાર્ટનર બની શકે છે. તમારા બંને વચ્ચે ચાલી રહેલા સંબંધોને આજે પરિવારના લોકોનો સાથ પણ મળી શકે છે. ઘણા દિવસોથી તમે બંને જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી ગઈ છે. આજનો દિવસ તમારા માટે અત્યંત શુભ રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.