Chhoti Diwali 2024: છોટી દિવાળીના દિવસે બની રહ્યો છે વિશેષ સંયોગ, આજ રાતથી આ રાશિઓના નસીબના દ્વાર ખુલી જશે

છોટી દિવાળી અને નરક ચતુર્દશીના દિવસે એક વિશેષ સંયોગ થઈ રહ્યો છે જે 3 રાશિઓ માટે ફાયદાકારક છે. જાણો કઈ છે આ રાશિઓ

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 30 Oct 2024 11:39 AM (IST)Updated: Wed, 30 Oct 2024 11:39 AM (IST)
chhoti-diwali-2024-luck-of-3-zodiac-signs-will-shine-from-tonight

Chhoti Diwali Horoscope 2024: આ છોટી દિવાળી અને નરક ચતુર્દશી છે. આ દિવસે બે વિશેષ સંયોગો બની રહ્યા છે. જે 3 રાશિઓને ફાયદો કરાવશે. લક્ષ્મી નારાયણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચનાના કારણે આ રાશિના જાતકોને દિવાળીની શરૂઆત સાથે જ જીવનમાં પ્રકાશ પથરાશે. આવો જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ?

કર્ક રાશિ

કર્ક રાશિ માટે લક્ષ્મી નારાયણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ શુભ રહેશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. મા લક્ષ્મીની કૃપા બની રહેશે. ઈચ્છેલા કામ પૂરા થશે. દોસ્તો અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો.

સિંહ રાશિ

સિંહ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે. પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કમાણીની તકો મળશે. નોકરીયાત વર્ગને કામના સ્થળે મોટી જવાબદારી મળશે.

કુંભ રાશિ

કુંભ રાશિ માટે આ સમય ઉત્સાહભર્યો રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. સમાજમાં નામ અને સન્માન વધશે. પરિવાર સાથે સારા સંબંધો રહેશે. સારા સમાચાર મળી શકે છે.