ધર્મ ડેસ્કઃ આચાર્ય ચાણક્યએ તેમના જીવન દર્શન અંગે ઘણીવાત તેમના ગ્રંથમાં કહી છે. તેમના ગ્રંથમાં ઘણાં શ્લોક દ્વારા જીવનની જટિલ સમસ્યાઓ વિશે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી છે. આચાર્ય ચાણક્યએ લક્ષ્મીના સ્વભાવને ચંચળ ગણવી છે અને એવામાં વિપરિત કાળ માટે ધન સંચયનું મહત્તવ અને તેની ચર્ચા કરી છે.
વિપત્તિ કાળમાં ધન સંચય કરવું કેમ જરૂરી છે
આપદર્થે ધનં રક્ષેચ્છીમતાં કુત આપદઃ ।
કદાચિચ્ચલિતે લક્ષ્મીઃ સડચિતોડપિ વિનિશ્યતિ ।।
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, વિપત્તિકાળ માટે મનુષ્યએ ધનનો સંચય કરવો જોઈએ, પણ એવું ના વિચારવું જોઈએ કે ધન દ્વારા તે દરેક સંકટ દૂર કરી લેશે. ચાણક્યએ કહ્યું કે, ચંચળતા લક્ષ્મીનો સ્વભાવ છે. એટે તે કોઈ જગ્યાએ સ્થિર રહીતી નથી. વિપરીત પરિસ્થિતિમાં ધનનો સંચય મનુષ્યની બુદ્ધિમત્તાનો પરિચાયક છે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે, ખૂબ જ ધન હોવાથી સંકટ સમય ટળી જાય છે.
આવા સ્થાન પર ક્યારેય રોકાશો નહીં
અસ્મિન્ દેશે ન સમ્માનો ન વૃત્તિર્ન ચ બાન્ધવાઃ ।
ન ચ વિદ્યાગમઃ કશ્ચિત્ તં દેશં પરિવર્જ્યેત્ ।।
આચાર્યએ કહ્યું છે કે, જે સ્થાન પર મનુષ્યનું આદર-સન્માન ના હોય, આજીવિકાનું સાધન ના હોય, અનુકૂળ મિત્ર અને સગા સંબંધી ના હોય. એવું સ્થાન તેમના માટે પણ ઉપયુક્ત હોતું નથી. આવા સ્થાને તાત્કાલિક છોડી દેવું જોઈએ.
જ્યાં પણ જાવ, આ 5 વિદ્ધાન હોવા જરૂરી
ધનિકઃ ક્ષેત્રિય રાજા નદી વૈદ્યસ્તુ પંચમઃ ।
પંચ યત્ર ન વિદ્યન્તે ન તત્ર દિવસં વસેત્ ।।
આચાર્ય ચાણક્યેએ વધુમાં કહ્યું છે કે, એવા સ્થાને જ્યાં 5 પ્રકારની મૂળભૂત જરૂરિયાત ઉપલબ્ધ ના હોય. એવા સ્થાનને તાત્કાલિક ત્યાગી દેવો જોઈએ. આચાર્ય ચાણક્યએ આ મૂળભૂત જરૂરિયાતોમાં કર્મકાંડી બ્રાહ્મણો, ન્યાયપ્રિય રાજા, ધની સંપન્ન વ્યાપારી, જળયુક્ત નદીઓ અને યોગ્ય ચિકિત્સકની ગણના કરી છે. જ્યાં આ 5 રીતના લોકો ના હોય તે સ્થાનને ત્યાગી દેવું જોઈએ.