Venus Transit 2026: શુક્રનું નક્ષત્ર ગોચર 3 રાશિની મુશ્કેલી વધારશે, 29 જુલાઈથી જાતકોને આકસ્મિક ખર્ચા માટે તૈયારી રાખવી પડશે

શુક્ર ગ્રહ 29 જુલાઈ, 2026 ના રોજ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાંથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર પરિવર્તન કર્ક, તુલા અને ધન રાશિના જાતકો માટે આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વધારી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Jul 2026 05:26 PM (IST)Updated: Sun, 26 Jul 2026 05:26 PM (IST)
venus-transit-2026-these-3-zodiac-signs-face-troubles-from-july-29-due-to-shukra-nakshatra-parivartan

Venus Transit 2026, Shukra Nakshatra Parivartan: જુલાઈ મહિનો તેના અંત ભણી આગળ વધી રહ્યો છે, ત્યારે અંતિમ દિવસોમાં એક મહત્ત્વની ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. હકીકતમાં આગામી 29 જુલાઈ, 2026 બુધવારના રોજ ધન, પ્રેમ, ઐશ્વર્ય, ભૌતિક સુખ અને સૌભાગ્યનો કારક ગણાતો શુક્ર ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે.

હાલ શુક્ર ધન-સમૃદ્ધિનો દાતા શુક્ર ગ્રહ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન છે, જ્યાંથી તે 29 જુલાઈના રોજ સૂર્યના સ્વામિત્વ ધરાવતા ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન આમ તો તમામ રાશિના જાતકોના જીવન પર અસર કરશે, પરંતુ ત્રણ રાશિ એવી છે, જેમની તકલીફો વધી જશે. તો ચાલો જાણીએ તેમાં તમારી રાશિ તો નથી ને...

  • કર્ક રાશિફળ (Cancer): શુક્રનો ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તમારી આર્થિક તકલીફો વધારી શકે છે. અણધાર્યા ખર્ચાઓ આવી પડતા તમારું બજેટ ખોરવાઈ જશે. પરિવારના સભ્યો સાથે નાની-નાની વાતોમાં મતભેદ થઈ શકે છે. નાની અમથી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે. ક્રોધ પર કાબુ રાખજો અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેશો.
  • તુલા રાશિફળ (Libra): પૈસાની તંગીના કારણે સ્વભાવ ચિડિયો થઈ શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારા કોઈ અગત્યના કામમાં અડચણ આવશે. વેપાર-ધંધામાં નફો રળવા માટે વધારે મહેનત કરવી પડશે. પ્રેમસબંધમાં વિશ્વાસઘાતના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને ટાર્ગેટ પુરો કરવાનું દબાણ રહેશે. શત્રુ હાવિ થઈ શકે છે.
  • ધન રાશિફળ (Sagittarius): શુક્રનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે નકારાત્મક સાબિત થશે. બિઝનેસમાં મોટી ઉથલ-પાથલનો સામનો કરવો પડી શકે છે. આર્થિક બાબતોનો નિર્ણય લેતી વખતે કોઈ નિષ્ણાંતની સલાહ લેજો, નહીંતર પૈસો ડૂબી જશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. જીવનસાથી તેમજ સંતાનો સાથે મતભેદ વધી શકે છે.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.