Surya Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને તેમનું નક્ષત્ર પરિવર્તન દેશ-દુનિયા તેમજ તમામ રાશિના જાતકોના જીવન પર ઊંડી અસર કરે તેમ માનવામાં આવે છે. ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે, જેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે.
ઉર્જા, આત્મા, નેતૃત્વ, સરકારી નોકરી, સત્તા અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ સૂર્ય હાલ મિથુન રાશિમાં બિરાજમાન છે. આજથી 6 દિવસ બાદ એટલે કે 16 જુલાઈ, 2026ના ગુરુવારના રોજ સૂર્ય ચંદ્રની કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જ્યાં આવનારા એક મહિના સુધી બિરાજમાન રહેશે.
આ પણ વાંચો
મિત્રની રાશિમાં સૂર્યનું ગોચર મોટાભાગની રાશિઓને શુભ ફળ આપનારું સાબિત થશે, પરંતુ ખાસ કરીને ત્રણ રાશિઓ એવી છે, જેના પર સૂર્ય ગોચરની ચમત્કારિક અસર જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ...
- મેષ (Aries Rashifal): સૂર્યનું ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં થઈ રહ્યું છે, જે સુખનું ગણાય છે. આવનારા દિવસોમાં તમને ખુશીઓનો ખજાનો હાથ લાગશે. પરિવારમાં શુભ કાર્ય થાય. સમાજમાં માન-પ્રતિષ્ઠાવધશે. વાહન-મકાન જેવી મિલ્કતો ખરીદવાની ઈચ્છા ફળિભૂત થઈ શકે છે. આવકમાં ઓચિંતો વધારો થઈ શકે છે.
- કર્ક (Cancer Rashifal): સૂર્યનું ગોચર તમારા પ્રથમ ભાવમાં થઈ રહ્યું છે, જેના પરિણામે આ સમયમાં તમારી નેતૃત્વ ક્ષમતા નિખરશે. કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળી શકે છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.
- તુલા (Libra Rashifal): સૂર્યનો પ્રવેશ તમારી કુંડળીના દસમા ભાવમાં થવાનું છે, જે કર્મનું ગણાય છે. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. તમારી અમલમાં મૂકેલી યોજનાઓ એકાએક સફળ થશે, જેના કારણે કારકિર્દીમાં પ્રગતિ થશે. નવી નોકરીના સંજોગો ઉજળા બનશે. નવદંપતીઓને સંતાન સુખ મળી શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
