Love Rashifal 26 October 2026: કન્યા જાતકોના પાર્ટનર અપસેટ થઈ શકે છે, જાણો કંઈ રાશિ માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે? 

આ લેખમાં 26 ઓક્ટોબર 2026 માટે તમામ રાશિઓનું લવ રાશિફળ આપવામાં આવ્યું છે. ગ્રહોની ચાલના આધારે પ્રેમ સંબંધો અને રોમાન્સ પર થતી અસરોનું સચોટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 09:14 PM (IST)Updated: Sun, 25 Oct 2026 09:14 PM (IST)
daily-love-rashifal-26-october-2026-virgo-partners-might-get-upset-check-which-zodiac-signs-will-have-a-romantic-day

Love Rashifal 26 October 2026 in Gujarati (લવ રાશિફળ): આજે ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિના આધારે લગ્નજીવન, પ્રેમ સબંધ અને રોમાન્સની દ્રષ્ટિએ તમારો દિવસ કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી મેષની માંડીને મીન રાશિ સુધીના તમામ જાતકોનું સચોટ લવ રાશિફળ


મેષ (Aries)

પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે તમારા બંને વચ્ચેના જૂના મતભેદો પૂરા થશે. ઘરમાં શાનદાર માહોલ રહેશે અને પરિવારમાં તમારું સન્માન વધશે. આજે પરિવાર સાથે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો અને પરિવારના લોકો સાથે તમારા સંબંધો સારા રહેશે.

વૃષભ (Taurus)

પોતાના પાર્ટનર સાથે આજનો દિવસ તમારો શાનદાર રહેશે. આજે તમે બંને ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આજે તમારો પાર્ટનર તમારા પર ખૂબ જ મહેરબાન જોવા મળશે. ઘરમાં કોઈ નવી ખુશખબરી આવવાની છે અને દિવસ તમારા માટે સારો રહેશે.

મિથુન (Gemini)

પોતાના લવ પાર્ટનર સાથે આજે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. જોકે સ્વાસ્થ્યને લઈને આજે તમે બંને પરેશાન થઈ શકો છો. પોતાના પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે મોસમી બીમારીઓની ચપેટમાં આવી શકો છો. ઘરેલુ કામકાજમાં આજે તમે એકબીજાને સહયોગ કરશો.

કર્ક (Cancer)

તમારો લવ પાર્ટનર આજે તમારાથી નારાજ થઈ શકે છે. કેટલીક પારિવારિક બાબતોને લઈને તમારો પાર્ટનર પરેશાન ચાલી રહ્યો છે. પરિવારના લોકો સાથે તેમના સંબંધો સારા નથી, એવામાં તમારે તેમને સહયોગ આપવો પડશે. તેમને તમારા સાથ અને સહકારની જરૂર છે.

સિંહ (Leo)

આજે પોતાના પાર્ટનર સાથે તમારો જૂનો વિવાદ પૂરો થશે. ઘરના કામકાજમાં તમે એકબીજાને સહયોગ કરશો. આ સાથે જ આજે પોતાના પાર્ટનરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમે તેમને સપોર્ટ આપી શકો છો.

કન્યા (Virgo)

આજે તમારો પાર્ટનર કેટલીક ઘરેલુ બાબતોને લઈને તણાવમાં આવી શકે છે. આજે તમારા બંને વચ્ચે સંબંધોમાં ઉતાર-ચઢાવ રહેશે. તમારો પાર્ટનર કેટલીક પર્સનલ વાતોને લઈને અપસેટ થઈ શકે છે. એવામાં તેમને તમારા સાથ અને સહયોગની જરૂર પડશે અને તમારે પણ તેમની પરેશાનીઓનું ધ્યાન રાખવું પડશે.

તુલા (Libra)

આજે કેટલીક ઘરેલુ બાબતોને લઈને તમારા પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. જોકે આ મતભેદ વધારે સમય નહીં ટકે. તમારો પાર્ટનર તમારી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી શકે છે. એવામાં તમારો સારો વ્યવહાર તેમને ફરીથી તમારી તરફ ખેંચી લાવશે. તમારા પાર્ટનરને સહયોગ આપો.

વૃશ્ચિક (Scorpio)

આજે તમારો દિવસ સારો રહેશે. આજે પોતાના પાર્ટનર સાથે તમારા સંબંધોમાં સુધારો થશે. ઘણા સમયથી તમારા બંને વચ્ચે ચાલી રહેલી દૂરીઓ પૂરી થશે અને તમે બંને ફરીથી એકસાથે આવી શકો છો. આ સાથે જ આજે તમારો પાર્ટનર પોતાની માંગણીઓ પણ તમારી સામે મૂકી શકે છે.

ધન (Sagittarius)

આજે તમારો દિવસ સારો રહેશે. આજે પોતાના પાર્ટનર સાથે જૂના મતભેદો પૂરા થશે અને સંબંધોમાં સુધારો આવશે. પોતાના પાર્ટનર સાથે આજે તમે ક્યાંક લાંબી યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો.

મકર (Capricorn)

પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે તમારા બંને વચ્ચે સંબંધોમાં સુધારો થશે. આ સાથે જ આજે તમારો પાર્ટનર તમારી પાસે વધારે ખર્ચ કરાવી શકે છે. તહેવારોના આ અવસર પર તમારો ખર્ચ વધી શકે છે અને ઘરેલુ કામો માટે પાર્ટનર તમારી પાસે મોટી ડિમાન્ડ કરી શકે છે.

કુંભ (Aquarius)

આજનો દિવસ પોતાના પાર્ટનર સાથે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. જોકે આજે તમારા બંને વચ્ચે ચાલી રહેલા મતભેદોને કોઈ સમજી નહીં શકે. ઘરમાં મહેમાનોનું આગમન પણ થઈ શકે છે. તમારો પાર્ટનર તમારી સાથે મળીને તમામ કામોમાં સાથ આપશે અને તમારા બંને વચ્ચેના મતભેદો તમારા બંને સુધી જ મર્યાદિત રહેશે.

મીન (Pisces)

આજે તમારો પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. પોતાના પાર્ટનરને મનાવવા માટે આજે તમે તેને કોઈ સરસ ગિફ્ટ કે ભેટ આપી શકો છો. આ સાથે જ તમારો પાર્ટનર તમારી પાસે કોઈ મોટી ડિમાન્ડ પણ કરી શકે છે, જેને પૂરી કરવી તમારા માટે સારું રહેશે. આજે તમારા બંને વચ્ચે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.