Viral
‘લે કે પહલા-પહલા પ્યાર..!’ બૉલિવૂડ સૉન્ગ પર મુંબઈ લોકલમાં ડાન્સ કરી વિદેશી યુવકોએ મચાવી ધૂમ, જુઓ VIDEO
મુંબઈ.
Mumbai Local Video: બૉલિવૂડ સૉન્ગની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ વધી રહી છે. બૉલિવૂડ સૉન્ગ પર વિદેશીઓના પગ પણ થરકવા લાગે છે. હાલના દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદેશી યુવકોને બૉલિવૂડ સૉન્ગ પર ડાન્સ કરતાં જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો છે. આ એજ મુંબઈ લોકલ છે, જેમાં પગ મૂકવાની જગ્યા પણ માંડ મળે છે. એવામાં આ વિદેશી યુવકોના ગ્રુપનો શાનદાર વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
ડાન્સ ગ્રુપ “ક્વિક સ્ટાઈલ”એ મુંબઈની લોકલ ટ્રેનમાં ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. આ ગ્રુપે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં ડાન્સ ગ્રુપે ‘લે કે પહલા-પહલા પ્યાર’ ગીતના રિમિક્સ વર્ઝન પર અફ્લાતૂન ડાન્સ કરતાં જોઈ શકાય છે. ‘ક્વિક સ્ટાઈલ’ ગ્રુપના આ ડાન્સ વીડિયોની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અગાઉ આજ ગ્રુપે “કાલા ચશ્મા” ગીત પર ડાન્સ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ.
ડાન્સ ગ્રુપ “ક્વિક સ્ટાઈલ”એ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ઈન્ડિયાની મુંબઈ લોકલ ટ્રેનમાં અમારું પહેલું પગલુ. આ વીડિયોને અત્યાર સુધીમાં 6.3 લાખ વધારે લાઈક્સ મળી ચૂક્યાં છે.