નાના બાળકો રુબિક ક્યૂબ સોલ્વ કરતા હોય તેવા અનેક વીડિયો તમે જોયા હશે. પરંતુ હાલ પ્લેનની અંદર રુબિક ક્યૂબ સોલ્વ કરતા બાળકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
પ્લેનમાં રુબિક ક્યૂબ સોલ્વ કરતા આ બાળકને જોઈ તમામ મુસાફરો તો દંગ રહી ગયા પણ જેમણે પણ આ વીડિયો જોયો તેઓ પણ કહી ઉઠ્યા કે ગજબનું ટેલેન્ટ છે આ.
https://twitter.com/MarwadiClub/status/1617132005128548352
પ્લેનની અંદર રહેલ મુસાફર બાળકને રુબિક ક્યૂબ સોલ્વ કરવા આપે છે અને આ બાળક 17 સેકન્ડમાં જ તેને સોલ્વ કરી આપે છે.
તમામ સાથી મુસાફરો બાળકની વીડિયોગ્રાફી કરવા લાગે છે અને તાળીઓ પાડી બાળકનો ઉત્સાહ વધારે છે.