Viral
Pig Attack on Child: ભૂંડના હુમલામાં 10 વર્ષનું બાળક થયું ગંભીર રીતે ઈજાગ્રસ્ત, વાયરલ વિડીયોમાં જોવા મળી આ દુઃખદ ઘટના
Pig Attack on Child: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાંથી એક આઘાતજનક ઘટના (Shocking Incident) સામે આવી છે. અહીં ઘરની બહાર રમી રહેલા 10 વર્ષના એક બાળક પર ભૂંડે જોરદાર હુમલો (Pig Attack) કર્યો હતો અને ઈજાગ્રસ્ત કર્યો હતો.
આ ઘટના CCTVમાં કેદ થઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે નાની ઉંમરના ત્રણ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા, ત્યારે એક સાંકડી ગલીમાં રમી રહેલા જોઈ શકાય છે. જ્યારે બે છોકરા અને એક છોકરી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા અને તે પૈકી એકના હાથમાં ક્રિકેટનું બેટ હતું.
ભૂંડે બાળક પર કર્યો હુમલો
જે છોકરા પર હુમલો થાય છે તે બેટ લઈ છોકરીને આપી દે છે. આ સમયે ભૂંડ પાછળથી આવે છે અને કોઈ જ કારણ વગર હુમલો કરી દે છે. અન્ય બે બાળકો પણ પોતાના ઘરોમાં ભાગી જાય છે.
બાળકોનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા
આ હુમલાથી બાળકો જોર-જોરથી રડવા લાગ્યા છે. બાળકોના રડવાનો અવાજ સાંભળી કેટલાક લોકો દોડીને આવતા હતા. ત્યારબાદ ભૂંડ બાળકને છોડીને ભાગી જાય છે. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે અને ખૂબ જ ડરેલો જોવા મળતો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.