Viral Video: ઈન્ટરનેટ પર હજારો સ્ટંટના વીડિયો જોવા મળશે. કેટલાક વીડિયોમાં સ્ટંટમેન જબરદસ્ત સ્ટંટ કરે છે, તો કેટલાકમાં સ્ટંટમેનનો સ્ટંટ નિષ્ફળ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર સ્ટંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક બાઇક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે. આ પછી યુવક સાથે જે થયું તે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.
ખતરનાક સાબિત થઈ શકે આવા સ્ટંટ
આ વીડિયોમાં એક શખ્સ એક ટાયરવાળી બાઇક પર ઉભા રહીને સ્ટંટ કરતો જોવા મળે છે. આવા સ્ટંટ ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પ્રકારની ભૂલ કરવાનું ટાળો અને પોતાની સાથે-સાથે બીજાને રાહદારીઓનું પણ ધ્યાન રાખો.
ખતરનાક અકસ્માતનો બને છે ભોગ
વીડિયોમાં એક શખ્સને એક ટાયરવાળી બાઇક ચલાવતો જોઈ શકાય છે, જેમાં આગળનું વ્હીલ નથી. વીડિયોમાં તે શખ્સ જોખમી રીતે બાઇકને કંટ્રોલ કરતા એક પછી એક સ્ટંટ કરે છે, જેને જોઈને યુઝર્સના મોં ખુલ્લા રહી જાય છે. વીડિયોના અંતમાં જેવો શખ્સ બાઇક પર બેસીને તેને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે તે બાઇક પર વધુ સ્પીડને કારણે સંતુલન ગુમાવે છે અને ખતરનાક અકસ્માતનો ભોગ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ શખ્સ રસ્તા પર પડી જાય છે અને દૂર સુધી ઘસેડાય છે.
જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયોને @NarendraNeer007 નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને યુઝર્સના પણ પરસેવા છૂટી રહ્યા છે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, 'ઇતના જોખમી સ્ટંટ ભી નહીં કરના થા.'
https://twitter.com/NarendraNeer007/status/1615969300959080448
નોંધ: અમે આવા સ્ટંટને સમર્થન આપતા નથી. મહેરબાની કરીને આવો પ્રયાસ કરશો નહીં. આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.