News
Viral Video: આવું ડેવિડ વોર્નર જ કરી શકે, મુંબઈમાં છોકરાઓ સાથે ગલ્લી ક્રિકેટ રમ્યો
કિક્રેકેટના ઘણા વાઈરલ વીડિયો તમે જોયા હશે. આમેય ડેવિડ વોર્નર પણ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો મૂકે છે જે વાઈરલ થતા હોય છે. પરંતું આજનો વીડિયો જરા અલગ પ્રકારનો છે.
શું છે વીડિયોમાં?
24 સેકન્ડના આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર મુંબઈની ગલીમાં બાળકો અને યુવાનો સાથે ક્રિકેટ રમી રહ્યો છે. વોર્નર બેટિંગ કરી રહ્યો છે અને સ્થાનિક લોકો બોલિંગ કરી રહ્યા છે. વોર્નરને આ રીતે બેટિંક કરતો જોઈને આપાસના બાળકો અને તમામ લોકો ભારે ઉત્સાહમાં જોવા મળે છે.
આઈપીએલ નજીક આવી રહી છે. ત્યારે આ વીડિયો પર લોકોની કોમેન્ટ પણ મજેદાર આવી રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે વોર્નરે દિલ જીતી લીધું. અમુક લોકો પુછી પણ રહ્યા છે કે આઈપીએલના પ્રોમોનું શુટિંગ તો નથી થઈ રહ્યું ને? અમુક લોકો કહી રહ્યા છે આ વોર્નરની મહાનતા છે. અમુક લોકો કહી રહ્યા છે વોર્નરને ભારતની નાગરિકતા આપી દો.
17 માર્ચના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે મેચ મુંબઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 3 વન ડે મેચ રમાશે. 31 માર્ચથી આઈપીએલ શરૂ થઈ રહ્યો છે. પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અમદાવાદમાં રમાશે.