વાશિમ.
Maharashtra News: શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, કોઈ સ્કૂલમાં એકમાત્ર શિક્ષક હોય અને તે એકમાત્ર વિદ્યાર્થીને જ ભણાવતા હોય! જો કે મહારાષ્ટ્રના ગણેશપુર ગામમાં જિલ્લા પરિષદ પ્રાથમિક વિદ્યાલય માત્ર એક વિદ્યાર્થી માટે જ ચાલી રહી છે. આ સ્કૂલમાં માત્ર એક જ વિદ્યાર્થી ભણવા માટે આવે છે.
આ અંગે શિક્ષક કિશોર માનકરનું કહેવું છે કે, આ સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી માત્ર એક જ વિદ્યાર્થી છે. સૌ કોઈને જાણીને નવાઈ લાગે છે કે, આખી સ્કૂલમાં માત્ર એક જ વિદ્યાર્થી ભણવા આવે છે.
હકીકતમાં આ સ્કૂલ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી 22 કિમી દૂર આવેલી છે. ગણેશપુર ગામની વસ્તી માત્ર 150 લોકોની જ છે.
https://twitter.com/ANI/status/1617312454605963264
વધુમાં માનકરે જણાવ્યું કે, તેઓ છેલ્લા બે વર્ષથી બાઈક પર આવે છે અને એકમાત્ર વિદ્યાર્થીને ભણાવીને ચાલ્યા જાય છે. હું સ્કૂલમાં એકમાત્ર શિક્ષક છું. છેલ્લે બે વર્ષથી અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ. સવારે સાડા દસે સ્કૂલમાં આવીએ છીએ અને 12 વાગ્યા સુધી રહીએ છીએ.
દરરોજ સ્કૂલમાં સવારે પ્રાર્થના પણ થાય છે અને રાષ્ટ્રગીત પણ ગવાય છે. જો કે આ દરમિયાન સ્કૂલમાં મારા સિવાય એકમાત્ર વિદ્યાર્થી જ હોય છે. હું જ આ વિદ્યાર્થીને તમામ વિષયો ભણાવું છું. આ સ્કૂલમાં વિદ્યાર્થીને મિડ ડે મીલ પણ આપવામાં આવે છે.