નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના સેવાકાર્યના અનેક વીડિયો આમ તો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રહે છે. પરંતુ હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે ગજબનો છે.
વીડિયોમાં શું છે?
આ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિન જાની ઢોલ નગારા સાથે જઈ રહ્યા છે. તેના સામૈયા પણ કરાઈ રહ્યા છે. પહેલી નજરે તો એવું લાગે કે તેઓ કોઈ લગ્નમાં કે કોઈ બીજા મોટા સમારોહમાં જઈ રહ્યા હશે. તેઓ શણગારેલા ગાડામાં બેસીને જઈ રહ્યા છે. પરંતુ આ કોઈ લગ્ન સમારોહ નથી. તેઓ એક સુલભ શૌચાલયના લોકાર્પણમાં જઈ રહ્યા છે. ફટાકડા ફૂટી રહ્યા છે, લોકો નાચી રહ્યા છે. આ ગુજરાતના ગામનું એવું પ્રથમ સુલભ શૌચાલય હશે જેમાં એસી અને મીનરલ પાણીની વ્યવસ્થા હશે.
નીતિન જાની પોતે એક યુ-ટ્યુબર હોવાની સાથે સેવાકીય કાર્યોમાં પણ આગળ પડતું નામ ધરાવે છે. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના ધોળવા ગામનો હોવાનું કહેવાય રહ્યું છે.
