કોરોના વાયરસ (Corona virus)ના સંક્રમણના જોખમ વચ્ચે હવે નોરોવાયરસે (Norovirus) ચિંતા વધારી દીધી છે. કેરળના અર્નાકુલમ (Ernakulam) જિલ્લામાં 19 વિદ્યાર્થી નોરોવાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આ તમામ કક્કનાડ વિસ્તાર (Kakkanad area)માં આવેલી એક શાળામાં અભ્યાસ કરે છે. આ પૈકી કેટલાકના માતાપિતા પણ સંક્રમિત થયાની આશંકા છે. ઈન્ફેક્શનના વધતા જોખમને જોતા વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ-1થી લઈ ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શાળા બંધ કરવામાં આવી છે. જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ (Health department)નું કહેવું છે કે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.
નોરોવાયરસ સ્વસ્થ લોકો પર સામાન્ય અસર કરે છે. જોકે, નાના બાળકો તથા વૃદ્ધ લોકોને સંક્રિત થવાના સંજોગોમાં સ્વાસ્થની સ્થિતિ ગંભીર બની જાય છે. આ અગાઉ આ વાયરસે દક્ષિણી રાજ્યમાં ગયા વર્ષના જૂન મહિનામાં એન્ટ્રી કરી હતી કે જ્યારે નોરોવાયરસનો પ્રથમ કેસ જૂન 2021માં સામે આવ્યો હતો.તે સમયે અલપ્પુઝા (Alappuzha) અને આજુબાજુની નગરપાલિકામાં વ્યાપક પ્રમાણમાં ઝાડાને લગતા કેસ સામે આવ્યા હતા. વિશ્વ સ્વાસ્થ સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે વિશ્વસ્તર પર પ્રત્યેક વર્ષે નોવોવાયરસના આશરે 685 મિલિયન કેસ સામે આવે છે. જે પૈકી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 200 મિલિયન કેસ હોય છે.
નોરોવાયરસ શું છે અને કેવી રીતે ફેલાય છેઃ
નોરોવાયરસ એક ખૂબ જ સંક્રમક વાયરસ છે. નોરોવાયરસને વિન્ટર વોમિટિંગ બગના નામથી પણ ઓળખવામાં આવે છે. નોવોવાયરસ સંક્રમણમાં વ્યક્તિને ઉલટી અને હાયરિયા થઈ જાય છે. લોકો નોરોવાયરસને ધ સ્ટમક ફ્લૂ પણ કહે છે. જોકે તેના ફ્લૂ અથવા ઈફ્લૂએન્ઝા સાથે તેને કોઈ જ લેવા દેવા નથી., આ એક સંક્રમિત વ્યક્તિથી અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી ઝડપભેર ફેલાય છે. આ ઉપરાંત તે દૂષિત ભોજનથી પણ ફેલાય છે. આ સંક્રમક વાયરસની અસરને બે દિવસથી લઈ 6 દિવસ સુધી રહે છે.
નોરોવાયરસની સારવારઃ
સ્વાસ્થ્ય બાબતો સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નોરોવાયરસને લઈ કોઈ વિશેષ સારવાર નથી. આ સંક્રમણમાં ડોક્ટર રોગીને મહત્તમ લિક્વિડ આપવા સલાહ આપે છે. આ બીમારીમાં શરીરમાં પાણી ઘટતા અટકાવવા પર ભાર આપવા કહે છે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં આરામ કરવા સલાહ આપવામાં આવે છે. આ સંજોગોમાં એવું ભોજન કરવા સલાહ આપવામાં આવે છે કે જે સરળતાથી પાચન થઈ શકે છે.