OPEN IN APP

Maharashtra Governor: તમામ પ્રકારની રાજકીય જવાબદારીમાંથી મુક્ત થવા માગુ છું, મહારાષ્ટ્રના રાજ્યપાલે PM મોદીને પત્ર લખી પોતાની ઈચ્છા વ્યક્ત કરી

By: Jignesh Trivedi   |   Updated: Mon 23 Jan 2023 04:37 PM (IST)
wishes-to-be-freed-from-all-political-responsibilities-maharashtra-governor-writes-to-pm-modi-expressing-his-wish-81839

Maharashtra Governor: ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ (Maharashtra Governor) પદેથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું કે- "મેં વડાપ્રધાનને મારી તમામ રાજકીય જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છાથી જાણ કર્યા છે." આ જાણકારી સોમવારે રાજભવનમાંથી પ્રેસ રિલીઝના માધ્યમથી શેર કરી છે. રાજ્યપાલે (Maharashtra Governor) કહ્યું કે તેમને પોતાની હાલની મુંબઈ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi) મોદીને રાજકીય જવાબદારીમાંથી મુક્ત કરવાની ઈચ્છા અંગે અવગત કર્યા હતા.

રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે- "રાજ્યપાલ કોશ્યારીએ પોતાનું શેષ જીવન વાંચવા, લખવા અને અને પ્રવૃતિઓમાં કાર્યરત રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે." કોશ્યારીએ મીડિયાને આપેલા એક નિવેદનમાં કહ્યું કે- "મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્ય- સંતો, સમાજ સુધારકો અને બહાદુર સેનાઓની ભૂમિના રાજ્ય સેવક કે રાજ્યપાલ તરીકે સેવા કરવી મારા માટે પૂર્ણ સન્માન અને સૌભાગ્યની વાત હતી."

નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી મહારાષ્ટ્રની જનતાને મળેલા પ્રેમ અને સ્નેહને હું ક્યારેય ન ભૂલી શકું. મને માનનીય વડાપ્રધાનથી હંમેશા પ્રેમ અને સ્નેહ મળ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહ્યાં છે. તેના પર વિપક્ષે પક્ષપાતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

હાલમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ વિપક્ષની સાથે સાથે રાજ્ય સરકારના અનેક નેતાઓએ તેમની નિંદા કરી હતી. રાજ્યપાલ કોશ્યારીએ ગત વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂનાં દિવસોના આઈકોન હતા. રાજ્યમાં આઈકોન અંગે વાત કરતા તેમણે બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે- "પહેલાં જ્યારે તમને પૂછવામાં આવતું હતું કે તમારા આઈકોન છે તો જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી જવાબ મળતો હતો. મહારાષ્ટ્રમાં તમારે બીજે જોવાની જરૂર નથી કેમકે અહીં ઘણાં બધા આઈકોન છે. જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ જૂના જમાનાના છે, તો આંબેડકર અને નીતિન ગડકરી છે."

આ પહેલાં પણ કોશ્યારીના એક નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. જુલાઈ 2022માં તેમણે કહ્યું હતું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતી અને રાજસ્થાની હટી જશે તો મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાનું પોતાનું સ્ટેટસ ગુમાવી દેશે. તેમણી આ ટિપ્પણી પર તમામ પાર્ટીઓએ કડક પ્રતિક્રિયા આપી હતી. બાદમાં તેમણે એક માફીનામું જાહેર કરતા કહ્યું હતું કે મુંબઈના વિકાસમાં કેટલાંક સમુદાયોના યોગદાનની પ્રશંસા કરતા લાગે છે કે મેં કોઈ ભૂલ કરી દીધી.

ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.