Nishikant Dubey Ask Mahua: કેશ ફોર ક્વેરી મામલે ઘેરાયેલા TMCના સાંસદ મહુઆ મોઇત્રા પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી આરોપ લગાવ્યા છે. TMC સાંસદનું નામ લીધા વગર તેમણે પૂછ્યું કે દુબઈ હોટલમાં રોકાવવાનું બિલ 5500 ડોલર કેસ કોણે જમા કરાવ્યા? સાથે જ તેમણે પૂછ્યું કે પૈસા ભારતના ચેકથી ગયા? કે દુબઈમાં હવાલાથી ગયા?
ભાજપના સાંસદ મહુઆ મોઇત્રાને ટાર્ગેટ કરતા પૂછ્યું કે- શું આ પૈસા મેલ આઈડી ખરીદનાર વેપારીએ આપ્યા? સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરતા ભાજપના સાંસદે ED અને ઈનકમ ટેક્સને પણ ટેગ કર્યા.
दुबई में होटल के रुकने का बिल 5500 डॉलर कैस किसने जमा किया? पैसा भारत से चेक के माध्यम से गया? या दुबई में हवाला से गया? या मेल आई डी ख़रीदने वाले व्यापारी ने दिया? गोलमाल है रे भाई गोलमाल है@dir_ed @IncomeTaxIndia
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 27, 2023
મહુઆની મુશ્કેલી વધી
કેશ ફોર ક્વેરા કેસમાં TMCના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. CBIએ આ કેસની તપાસ શરુ કરી દીધી છે. શનિવારે CBIના સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે- અમે લોકપાલના આદેશ પર તપાસ શરુ કરી છે. અમે અત્યાર સુધી મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR કે પ્રારંભિક તપાસ નોંધી નથી. જે બાદ માનવામાં આવે છે કે CBI મહુઆની કેસને લઈને પૂછપરછ કરી શકે છે.
નિશિકાંત દુબેની ફરિયાદ બાદ તપાસ શરુ થઈ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદના આધારે મોઇત્રા વિરુદ્ધ CBI તપાસ શરુ કરાઈ છે. તેમણે TMC નેતા પર સંસદમાં સવાલ પૂછવાને લઈને એક વ્યવસાયી પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે હાલમાં જણાવ્યું હતું કે લોકપાલે 8 નવેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષાને દાંવ પર સતત ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાને કારણે આરોપી મહુઆ મોઇત્રા વિરુદ્ધ CBI તપાસના આદેશ આપ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
