હવામાન એલર્ટ: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 60 km/h ની ઝડપે ફૂંકાશે પવન

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશના 17 રાજ્યોમાં આજે ભારે વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને 60 km/h ની ગતિએ તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 06 Oct 2026 06:25 AM (IST)Updated: Tue, 06 Oct 2026 06:55 AM (IST)
weather-update-october-6-imd-rain-alert-17-states-delhi-up-bihar-heavy-rain
હવામાન અપડેટ

Weather Update Today: દેશભરમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા વચ્ચે હવામાનના મિજાજમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 6 ઓક્ટોબરના રોજ દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગોમાં હવામાન બગડવાની મોટી ચેતવણી જારી કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશના 17 રાજ્યોમાં આજે ભારે વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને 60 km/h ની ગતિએ તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બેવડી અસર

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ ફેરફાર આવ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તથા ઊંચાઈ વાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. મેદાની વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની નોંધણી થઈ શકે છે. પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂસ્ખલન અને તેજ પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને સાવચેત રહેવા, માછીમારોને દરિયાથી દૂર રહેવા અને ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે.

વિવિધ રાજ્યોમાં આજે કેવી રહેશે હવામાનની સ્થિતિ?

દિલ્હીનું હવામન

રાજધાની દિલ્હીમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 30 થી 40 km/h રહી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 36°C અને લઘુત્તમ તાપમાન 24°C રહેવાનો અંદાજ છે.

ઉત્તર પ્રદેશનું હવામાન

મેરઠ, ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, લખનૌ, મથુરા, ગાઝીપુર, લખીમપુર ખેરી, ગોંડા, બસ્તી, દેવરિયા, કુશીનગર અને ગોરખપુર માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે. લખનૌમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 23°C રહી શકે છે. પવનની ગતિ 30 km/h રહેશે.

બિહારનું હવામાન

પટના, ગયા, ભોજપુર, વૈશાલી, દરભંગા, સમસ્તીપુર, મધુબની, પૂર્ણિયા, કિશનગંજ, અરરિયા, મુંગેર, ભાગલપુર અને બક્સર માટે મૌસમી એલર્ટ જાહેર કરાયું છે. પટનામાં મહત્તમ તાપમાન 30°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશનું હવામાન

ભોપાલ, ઈન્દોર, છિંદવાડા, બાલાઘાટ, દમોહ, જબલપુર, શહડોલ, છતરપુર, સિઓની, કટની અને મંડલામાં વરસાદ અંગે યલો એલર્ટ જારી કરાયું છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 21°C ની આસપાસ રહેશે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન

શિમલા, સોલન, કિન્નોર, બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, મંડી, હરિદ્વાર, નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત, ઋષિકેશ અને પિથોરાગઢમાં ભારે વરસાદની આગાહી છે. મનાલીમાં મહત્તમ તાપમાન 11°C અને લઘુત્તમ તાપમાન 2°C સુધી ગગડી શકે છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 27°C અને લઘુત્તમ તાપમાન 19°C રહેશે. પવનની ઝડપ 40 km/h સુધી પહોંચી શકે છે.

રાજસ્થાનનું હવામાન

જયપુર, ભીલવાડા, ભરતપુર, અજમેર અને અલવરમાં 20 km/h ની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. જયપુરમાં મહત્તમ તાપમાન 35°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેવાની શક્યતા છે.