WB Violence: પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે શરૂ થયેલી હિંસા પછી અટકવાનું નામ નથી લઈ રહી. હાવરા અને ઉત્તરી દિનાજપુરમાં થયેલી હિંસા બાદ હવે હુગલીમાં હિસાની ઘટના ઘટી છે. અહીં એક શોભાયાત્રા દરમિયાન બે જૂથના લોકો વચ્ચે અથડામણ થઈ. જે બાદ વિસ્તારમાં જોરદાર પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ ઘટી. મળતી માહિતી મુજબ શોભાયાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું કે- હાલ સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ વિસ્તારમાં તણાવની સ્થિતિ યથાવત છે. રામનવમીના દિવસે હાવરા અને ઉત્તરી દિનાજપુરમાં જોરદાર હિંસા થઈ હતી. બંને જગ્યાએ રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, તે દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારાની ઘટના ઘટી હતી. સાથે જ ઉપદ્રવિઓએ અનેક વાહનોમાં આગ લગાવી દીધી હતી. તણાવને જોતા હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલસ દળ ગોઠવવામાં આવી હતી.
ભાજપે રાજ્ય સરકાર પર કર્યો આક્ષેપ
ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું કે શોભાયાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો. હાવરા હિંસા પછી રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. હજુ પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આજે અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી રહી હતી. અચાનક જ કોઈ વિસ્તારમાંથી પથ્થરમારો શરૂ થઈ ગયો. ગાડઓના કાચ તૂટ્યા, લોકોને ઈજા થઈ, પોલીસકર્મીઓને પણ ઈજા થઈ. બોમ્બના અવાજ આવ્યા, મેં અમારા લોકોને કહ્યું શાંતિ કાયમ રાખજો, પોલીસ બધું જોઈ રહી છે.
https://twitter.com/ANI/status/1642512998110568451
રામનવમીના દિવસે થઈ હતી હિંસા
આ પહેલા રામનવમીના દિવસે એટલે કે 30મી માર્ચે શોભાયાત્રા દરમિયાન હાવરામાં હિંસા ભડકી હતી. જેમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને જોરદાર પથ્થરમારો તેમજ આગચંપી કરી હતી. બીજા દિવસે એટલે કે 31 માર્ચે હાવરાથી હિંસાના સમાચાર આવ્યા હતા. આ દરમિયાન હાવરાના શિવપુરમાં પથ્થરમારો થયો હતો.
https://twitter.com/ANI/status/1642515031693852673
હિંસાને મામલે TMC-BJPના આરોપ-પ્રતિઆરોપ
હાવરા બબાલ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને કહ્યું હતું કે- અમે કોઈ શોભાયાત્રા પર રોક નથી લગાવી. રાજ્યમાં કાયદા વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓને સાંખી નહીં લેવાય. હાવરા હિંસા મામલે અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમણે હિંસા ભડકાવી તેઓ બહારથી આવ્યા હતા. ભાજપ, બંગાળને અશાંત કરવા માગે છે. તૃણુમૂલ સાંસદ અભિષેક બેનર્જીએ વીડિયો શેર કરી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું- વીડિયોમાં રામનવમીની શોભાયાત્રામાં બંદૂક સાથે લોકો જોવા મળ્યા. ભાજપ પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવી રહી છે.
તો આ મામલે ભાજપે કેટલાંક લોકોની દુકાનોમાં તોડફોડ કરતા અને રેપિડ એક્શન ફોર્સ તેમજ પોલીસ પર પથ્થરમારાનો વીડિયો શેર કર્યો હતો.