Vande Bharat Sleeper Train: લાંબા સમયથી મુસાફરો વંદે ભારતની થર્ડ એડિશન વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે લગભગ ડિસેમ્બરથી આ ટ્રેન શરૂ થઈ શકે તેવી સંભાવના છે. રેલવે ટુંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.
મની કંટ્રોલની રિપોર્ટ પ્રમાણે દેશને મળનારી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુજરાતથી શરૂ થઈ શકે છે. ડિસેમ્બરથી તમે આ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. 16 કોચ ધરાવતી વંદે ભારત ટ્રેનમાં 823 બર્થ હશે. જે જાપાન જેવી ટ્રેન હશે.
કોણે બનાવી છે
બીઈએમએલ અને હૈદરાબાદ સ્થિત મેઘા સર્વો ડ્રાઈવ્સ લિમિટેડ દ્વારા દેશની પહેલી સ્લીપર ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને બનાવવામાં પોલેન્ડ સ્થિત યુરોપીય રેલ સલાહકાર ઈસી એન્જીનિયરિંગના ડિઝાઈન ઈનપુટ લેવામાં આવ્યા છે.
