Pharma Marketing Ethics:ફાર્મા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા અને ફાર્મા કંપનીઓ દ્વારા ડોક્ટરોને કોઈ પણ પ્રકારના પ્રલોભન આપવા પર નિયંત્રણ મુકવા તૈયારી શરૂ થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટીંગ પ્રવૃત્તિઓની સમીક્ષા અને દેખરેખ રાખવા માટે નીતિ આયોગના સભ્ય ડોક્ટર એમ શ્રીનિવાસની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની સમિતિની રચના કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ગત આઠ ઓક્ટોબરના આદેશમાં કેન્દ્ર સરકારને દવા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ અને તેને નિયંત્રિત કરનારી વર્તમાન કાયદાકીય અને નિયમનકારી વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરવા બે સપ્તાહમાં સમિતિની રચના કરવા આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે સમિતિની રચનાને લગતા આદેશ ગત ગુરુવારે આપ્યો હતો.
સિસ્ટમના પ્રભાવશીલતાની તપાસ થશે
આ સમિતિ ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પ્રવૃત્તિઓ અને અન્ય પદ્ધતિઓને નિયંત્રિત કરનાર વર્તમાન માળખાની પ્રભાવશીલતાની વ્યાપક સમીક્ષા કરશે અને દેખરેખ તંત્રને મજબૂત બનાવવા માટે ઉપયુક્ત ભલામણો કરશે. સમિતિના બાકી બે સભ્યો ભૂતપૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ સચિવ પ્રીતિ સૂદન અને મેદાંતાના CMD ડોક્ટર નરેન્દ્ર ત્રેહન છે.
